ડાંગરમાં ભખરી કંટીના રોગ લાગે તો ખેડૂતોએ આટલી કાળજી રાખવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત જિલ્લામાં મુખ્યત્વે બે પાકો વધુ કરવામાં આવે છે જેમાં શેરડી અને ડાંગર હાલ ચોમાસું ડાંગરની વાવણી કરવામાં આવી હતી. ડાંગરનો પાક સારા પ્રમાણમાં વૃદ્ધિ થઈ રહ્યો હતો, પરંતુ હાલમાં સુરત જ નહીં વલસાડ જિલ્લાના અમૂક તાલુકાઓમાં ભખરી કંટીના રોગ જોવા મળ્યો છે. જેની અસર ગુણવત્તા પર થાય છે. જે અંગે સરકાર દ્વારા તજજ્ઞોની સલાહથી યોગ્ય દેખરેખ કરવી અને દવાના છંટકાવ અંગે સૂચનો કરવામાં આવ્યા છે.

સુરત જિલ્લાના ઓલપાડ, મહુવા, માંડવી, માંગરોળ તેમજ ઉમરપાડા તાલુકો ઉપરાંત વલસાડ અને નવસારી જિલ્લાના કેટલાક વિસ્તારમાં પણ છેલ્લા કેટલાક વર્ષથી ડાંગરના પાકમાં ભુખરી કંટીનો રોગ ફેલાતો જોવા મળ્યો છે. જેને પરિણામે પાકના ઉત્પાદન પર માઠી અસર થાય છે તેમજ રોગને પરિણામે દાણાની ગુણવત્તા પર પણ અસર થતા ખેડૂતોને યોગ્ય ભાવ મળતો નથી, આથી ખેડૂતોએ આર્થિક માર સહન કરવો પડે છે.

ડાંગરના પાકમાં પડતા આ રોગને ખેતરમાં આવતો અટકાવવા માટે અગમચેતીના ભાગ સ્વરૂપે ખેડૂતોએ ડાંગર જયારે ધ્વજ પર્ણ દંડ અવસ્થાએ હોય ત્યારે પ્રોપિકોનાઝોલ ર૫ ઈસી ૧૦ મિલી દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી પહેલો છંટકાવ કરવો. ત્યારબાદ ૧૦ દિવસના અંતરે બે છંટકાવ ટ્રાયકલોકસિસ્ટ્રોબીન ર૫ ટકા + ટેબૂકોનાઝોલ ૫૦ ટકા ૪ ગ્રામ દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. વધુ માહિતી માટે સુરત જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો સંપર્ક કરવો એમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, સુરતની યાદીમાં જણાવાયું છે.

ડાંગરની ગુણવત્તા પર અસર | ખેડૂત સુખાભાઈ પટેલના જણાવ્યા અનુસાર ભખરી કંટીના રોગને કરાણે તેની અસર ગુણવત્તા પર પડે છે. ઉત્પાદન પર પણ અસર થાય છે અને છેવટે આર્થિક ખોટ સહન કરવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...