તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુકવાવમાં માઈનોર કેનાલમાં પાણી ન પહોંચતાં ખેડૂતો મુશ્કેલીમાં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

દેત્રોજ| દેત્રોજ તાલુકાના કુકવાવ ગામે નર્મદા માઈનોર કેનાલના બાંઘકામને છ વર્ષ થયા હોવા છતાં પાણીનો પૂરતો પુરવઠો નહીં પહોંચતાં ખેડૂતો છતી સગવડે હાલાકી ભોગવી રહ્યા છે.કુકવાવ ગામે દસ કિમી દૂરથી નર્મદાની માઈનોર કેનાલ આવે છે. કેનાલના વચ્ચે આવતા ગામોમાં પાણીનો પુરવઠો વપરાઈ જતો હોવાથી કુકવાવના ખેડૂતોને ખાલી કેનાલ જોઈ સંતોષ માનવો પડે છે. રવિ પાકની વાવણીની શરૂઆતમાં ફક્ત એકવાર પાણી પહોંચે છે. ત્યાર બાદ પાણી ન મળતાં ખેડૂતોનો પાક સુકાઈ જાય છે. ગામના ખેડૂતોએ અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં પરિસ્થિતિ જૈસે થે છે. વૈકલ્પિક વ્યવસ્થા કરાય તેવી ખેડૂતોની માંગ છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો