તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાવમાં શ્રીમાળી સોની સમાજ દ્વારા ક્રિકેટ મેચ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાવ | વાવમાં લખાપીર સ્ટેડીયમ મેદાનમાં શ્રીમાળી સોની સમાજ દ્વારા એક દિવસની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લખાપીર ઇલેવન વાવ, જય ગોગા ઇલેવન ભાભર, જય અંબે ઇલેવન દિયોદરસ અભય ઇલેવન જેતડા, સોની ઇલેવન ખોડા, રાજબાઇ ઇલેવન રાધનપુર મળી કુલ છ ટીમો ભાગ લીધો હતો. જય ગોગા ઇલેવન ભાભર અને જય અંબે ઇલેવન દિયોદર વચ્ચે ફાઇનલ મેચ રમાઇ હતી. જેમાં જય ગોગા ઇલેવને જીત હાસિલ કરી હતી અને રનર્સપ ટીમને વાવના પૂર્વ સરપંચ એચ.બી.વેજીયા દ્વારા ટ્રોફી આપવામાં આવી હતી અને વિજેતા ટીમને સોની સમાજના પ્રમુખ દેવેન્દ્રભાઇ વિરાણી દ્વારા ટ્રોફી આપવામાં આવી હતી.

અમીરગઢ યુવા ભાજપનો સિગ્નેચર કાર્યક્રમ
અમીરગઢ | અમીરગઢ યુવા ભાજપ દ્વારા શુક્રવારે અમીરગઢ સરકારી આઈ.ટી.આઈ. ના બહારના ભાગે caa ના સમર્થનમાં સિગ્નેચર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમીરગઢ યુવા ભાજપ પ્રભારી સર્વેશભાઈ માળી, યુવા ભાજપ પ્રમુખ રામલાલ મીણા, યુવા મહામંત્રી દિનેશ ઠાકોર, કેદારસિંહ ચૌહાણ, ગણેશ દેસાઈ, સતીશ રાણા, યોગેશભાઈ પંડ્યા સહિતના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ ઉપરાંત ઇકબાલગઢ ખાતે સિગ્નેચર કાર્યકર્મ તેમજ પત્રિકા વિતરણ, વડા પ્રધાનને પોસ્ટકાર્ડ લેખન સહિના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો