તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીકુનો પાક વૃક્ષ પરથી ઉતારી તેમાં મૂલ્યવૃદ્ધિ કરવી જોઇએ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતમાં મુખ્યત્વે કાલીપત્તી જાતનું વાવેતર જોવા મળે છે. શિયાળામાં વધુ ફળો ઉતરે છે. ફળ સ્વાદે મીઠા અને ટકાઉ શક્તિ ઘણી જ સારી છે. વલસાડ અને નવસારી જિલ્લામાં ચીકુની ક્રિકેટબોલ, ભૂરી ૫ત્તી, પીળી ૫ત્તી, મુરબ્બા જેવી જાતોનું છુટુછવાયું વાવેતર જોવા મળે છે.

તામિલનાડુ કૃષિ વિશ્વવિદ્યાલય, કોઈમ્બતુરથી કોઈમ્બતુર-૧, કોઈમ્બતુર-ર, અને કોઈમ્બતુર-૩ અને પેરીયાકુલમ કેન્દ્ર ૫રથી પીકેએમ-૧ થી પીકેએમ-૫ સુધીની તથા કર્ણાટકની યુનિવર્સિટી ઓફ એગ્રી. સાયન્સીઝ ધારવાડ કેન્દ્ર ઘ્વારા કાલી૫ત્તી અને ક્રિકેટબોલના સંકરણથી ડીએચએસ-૧ અને ડીએચએસ-ર નામની સંકર જાતો આ કેન્દ્ર ખાતે મુલ્યાંકનનાં હેતુથી એકત્ર કરવામાં આવેલ છે. ચીકુનું સંવર્ધન બીજ, ગુટી, ભેટકલમ અને નૂતન કલમ ૫ઘ્ધતિથી કરી શકાય છે. ફળ સંશોધન કેન્દ્ર, ગણદેવી ખાતે કરવામાં આવેલ અભ્યાસના ૫રિણામો ૫રથી ચીકુની કલમો રાયણના મુલકાંડ ઉ૫ર કરવાની ભલામણ કરાઈ છે.

ચીકુના ઝાડ પરથી તેના ફળ કેવી રીતે ઉતારશો
ચીકુના ઝાડ ઉ૫ર લગભગ બારેમાસ વધતા ઓછા પ્રમાણમાં પુષ્પો અને ફળો જોવા મળે છે.

સામાન્ય રીતે ઓકટોબરથી જાન્યુઆરીના ગાળા દરમ્યાન વધુ ફળ મળે છે.

ત્યારબાદ મે માસ સુધી ફળો મળતા રહે છે.

ફળની છાલ લીલાને બદલે પીળાશ ૫ડતી જણાય, ફળ ઉ૫ર હાથ ઘસવાથી રેતી જેવો ઝીણો ભૂકો હાથમાં ચોંટે અને ફળની ટોચ ૫રનો કાંટો સહેજ અડકતાં ખરી ૫ડે ત્યારે ફળો ઉતારવા લાયક ગણાય છે.

ઉતારેલ ફળોને કોથળામાં નાખી હલાવવા જેથી ફળ સ્વચ્છ અને ચળકાટ આ૫શે.

કોથળામાં નાંખીને હલાવવાના વિકલ્પે ફળોને પાણીમાં ધોઈ સૂકવાય છે.

ત્યારબાદ કદ પ્રમાણે વર્ગીકરણ કરીને બજારમાં મોકલવામાં આવે છે.

ચીકુમાં મૂલ્યવૃદ્ધિ આ રીતે કરશો
ફળોને ઉતાર્યા બાદ ૧૫૦ પી.પી.એમ. જીબ્રેલીક એસિડના દ્રાવણમાં ૮ થી ૧૦ મિનિટ બોળ્યા બાદ કાગળના બોક્ષમાં ભરવાથી તેની ટકાઉશકિત વધે છે.

નવસારીની કૃષિ યુનિવર્સિટીમાં થયેલા અભ્યાસ મુજબ ચીકુને ઉતાર્યા બાદ ૧ % ચુનાના દ્રાવણમાં ૫ મિનિટ સુધી ડૂબાડી સુકાયા બાદ પાણીમાં ધોવાથી ફળોના દેખાવમાં સુધારો થાય છે અને ટકાઉશકિત વધે છે.

બીજા એક અભ્યાસ મુજબ ફળોને ઉતાર્યા બાદ ૧૦ સે. ગ્રે. તા૫માને ૮ કલાક સુધી પ્રિકુલીંગની માવજત આપીને ૫૦ માઈક્રોનની ૧.ર ટકા કાણાવાળી બેગમાં ભરી સીએફબી બોકસમાં મૂકી ૧ર્ સે. ગ્રે. તા૫માને કોલ્ડ સ્ટોરેજમાં રાખવાથી ફળોની ગુણવતાને અસર થયા વગર ૧૫ દિવસ સુધી સંગ્રહ કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો