તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિસનગરમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા અને પાલડી ગામના યુવક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિસનગરમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા અને પાલડી ગામના યુવક ઘરેથી ખેતરમાં પિયત કરવા ગયા હતા. તે દરમિયાન અગમ્ય કારણોસર મોત નીપજ્યું હતું. ખેતરમાંથી લાશ મળી આવતાં ગામમાં ચકચાર મચી ગઇ હતી. પોલીસે અકસ્માત મોત અન્વયે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

તાલુકાના પાલડી ગામના ઠાકોર રમણજી જીવણજી વિસનગર સિટી પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે નોકરી કરતા હતા અને સાથે ગામની સીમમાં ભાગેથી જમીનનું વાવેતર પણ કરતા હતા. રમણજી રવિવારે ઘરેથી ખેતરમાં બાજરીનું વાવેતર કરેલું હોવાથી પિયત કરવા માટે ગયા હતા. જે સવારે પરત નહીં આવતાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. તપાસ કરતાં ખેતરમાંથી તેમની લાશ મળી આવી હતી. આથી પોલીસને જાણ કરાતાં ઘટના સ્થળે દોડી આવેલી પોલીસે પોસ્ટમોર્ટમ બાદ લાશ પરિવારને સોંપી હતી. ઘટના અંગે ઠાકોર બાબુજી જીવણજીના નિવેદન આધારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...