વાયુ વાવાઝોડુ પશ્ચિમ-ઉત્તર -પશ્ચિમ દિશામાં આગળ વધતાં ગુજરાતથી દૂર

Vav News - air storms move west north western direction away from gujarat 080018

DivyaBhaskar News Network

Jun 15, 2019, 08:00 AM IST

વાયુ વાવાઝોડુ પશ્ચિમ-ઉત્તર -પશ્ચિમ દિશામાં આગળ વધતાં ગુજરાતથી દૂર જઇ રહ્યું છે. વાવાઝોડુ દૂર થતાં હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઇ રહ્યું છે. રવિવાર સુધીમાં સિસ્ટમ સક્રિય થઇ જવાની પૂરેપૂરી શક્યતા છે. જેને લઇ 17 અને 18 જૂને ઉત્તર ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ આવશે. જેમાં બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ તેમજ મહેસાણા, પાટણ અને અરવલ્લીમાં છુટાંછવાયાં ઝાપટાંની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

દરમિયાન, ઉત્તર ગુજરાતમાં શુક્રવારે પણ કાળાડિબાંગ વાદળોના કારણે વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. બપોરે વાદળછાયા વાતાવરણ વચ્ચે સૂર્યનારાયણ માથે આવતાં ગભરામણ થાય તેવો બફારો રહ્યો હતો. સાંજના સમયે પવનની ગતિ વધતાં વાદળછાયું વાતાવરણ દૂર થતાં તડકો નીકળ્યો હતો. દિવસ દરમિયાન સરેરાશ 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. જોકે, મોડી સાંજે ઠંડા પવનના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસ ઉત્તર ગુજરાતમાં છુટાંછવાયાં વાદળોની હાજરી જોવા મળશે. ત્યાર બાદ ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી શકે છે.

X
Vav News - air storms move west north western direction away from gujarat 080018

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી