ઉ. ગુ.ના કુલ વાવેતર વિસ્તારના 34.03% હિસ્સામાં માત્ર ચોમાસુ સિઝનનો પાક લેવાય છે

Vav News - a in the 3403 of the total sown area of gujarat only the monsoon season is harvested 080018

DivyaBhaskar News Network

Jun 15, 2019, 08:00 AM IST
ઉત્તર ગુજરાતમાં 15.81 લાખ હેક્ટર જમીન ખેતી લાયક છે. જે પૈકી 5.38 લાખ હેક્ટર જમીન એવી છે જે આજે પણ સંપૂર્ણ રીતે ચોમાસાના વરસાદ પર નિર્ભર છે. એટલે કે માત્ર ચોમાસા પુરૂતી વાવણી થાય છે. ઉત્તર ગુજરાતના 5 જિલ્લામાંથી સૌથી વધુ અરવલ્લીની 50.98% જમીન અને સૌથી ઓછી બનાસકાંઠાની 12.45% જમીન વરસાદ પર નિર્ભર છે.

ઉત્તર ગુજરાતની ખેતી બોરવેલ, કેનાલો અને વરસાદી પાણી પર લગભગ સરખા ભાગે નિર્ભર છે. કૃષિ વિભાગ મુજબ ઉત્તર ગુજરાતમાં 15.81 લાખ હેક્ટરમાં 3 સિઝનના પાક લઇ શકાય તેમ છે. તેની સામે માત્ર ચોમાસાના વરસાદ પર નિર્ભર રહી ખેતી થતી હોય તેવી જમીન 5.38 લાખ હેક્ટર છે. એટલે કે કુલ ખેતી લાયક જમીનના 34.03 ટકા વિસ્તારમાં આજે પણ માત્ર ચોમાસુ પાક લેવાય છે. પાંચેય જિલ્લાની સ્થિતિ જોઇએ તો, મહેસાણામાં 36.91 ટકા, પાટણમાં 46.88 ટકા, બનાસકાંઠામાં 12.45 ટકા, સાબરકાંઠામાં 46.32 ટકા અને અરવલ્લીમાં 50.98 ટકા જમીનમાં ચોમાસાના વરસાદ પર નિર્ભર છે. ચોમાસાની સારી શરૂઆત હોય તો આ જમીનમાં ખેતી થાય છે અને ખરાબ શરૂઆત ખેડૂતોની બાજી પલટી નાખે છે.

ઉ.ગુ.ની 5.38 લાખ હેક્ટરમાં ચોમાસુ પાક લેવાય છે

જિલ્લો ખેતીની જમીન ચોમાસા પર નિર્ભર

મહેસાણા 2.79 લાખ 1.03 લાખ

પાટણ 3.37 લાખ 1.58 લાખ

બનાસકાંઠા 5.30 લાખ 66 હજાર

સાબરકાંઠા 2.31 લાખ 1.07 લાખ

અરવલ્લી 2.04 લાખ 1.04 લાખ

કુલ 15.81 લાખ 5.38 લાખ

X
Vav News - a in the 3403 of the total sown area of gujarat only the monsoon season is harvested 080018

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી