તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિહોરી-પાટણ રોડ પરથી રેતી ચોરી કરતા બે ટ્રેકટર ઝડપાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કાંકરેજ તાલુકામાં આવેલ બનાસ નદીના પટમાંથી રેતી ખનન કરતા તત્વો સામે શિહોરી પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શુક્રવારે શિહોરી ખાતે આવેલ નદીમાંથી રેતી ભરી બે ટ્રેકટર જઇ રહ્યા હતા. શિહોરી પીએસઆઈ એલ.જે.વાળા અને સ્ટાફના જવાનોએ તપાસ કરતાં કોઇ રોયલ્ટી કે પાસ પરમીટ વગર રેત ભરી અવર-જવર કરતા હતા. જેથી શિહોરી પોલીસે બે ટ્રેકટર પકડી શિહોરી પોલીસ સ્ટેશને લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને જિલ્લાભૂસ્તર ખાતામાં રીપોર્ટ તૈયાર મોકલી આપવામાં આવ્યો હતો. આમ શિહોરી પોલીસની પ્રશંસનીય કામગીરી બદલ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જેમાં ટ્રેકટર નંબર જીજે-08-બીએન-9885 અને જીજે-08-બીએચ-0983 ના માલિકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો