શિહોરી : થરા અનુપમ પ્રા.શાળા નંબર-2 માં ધોરણ-8ના વિદ્યાર્થીઓનો વિદાય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિહોરી : થરા અનુપમ પ્રા.શાળા નંબર-2 માં ધોરણ-8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. આ શાળાના ધોરણ-8 ના વિદ્યાર્થીઓએ શાળાને લેકચર સ્ટેન્ડ યાદગીરી માટે આ ભેટ આપ્યું હતું. વિદાય લેતા વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય શ્રી બિંદુબા ઝાલાએ અને શાળાના સ્ટાફે છાત્રોને આિશર્વાદ આપ્યા હતા.આ શાળામાં મહિનાની દર અમાસે શાળાના બાળકોને અનામી દાતા પોતાનું નામ જાહેર કરતા નથી એવા દાતા તરફથી તિથિભોજન આપવામાં આવ્યું હતું. ત્યારે શાળા પરિવારે તિથિભોજન દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં એસ.એમ.સી. સભ્યો,ગ્રામજનો,વડીલો અને આગેવાનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...