તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકસભા ચૂંટણીમાં મંગળવારે ખર્ચના ઓબ્ઝર્વર સમક્ષ બીજા તબક્કાના ખર્ચના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકસભા ચૂંટણીમાં મંગળવારે ખર્ચના ઓબ્ઝર્વર સમક્ષ બીજા તબક્કાના ખર્ચના હિસાબો દર્શાવવામાં આવ્યા હતા. જેમાં 15 એપ્રિલ સુધી પરબત પટેલે 13.22 લાખ જ્યારે પરથી ભટોળે 8.77 લાખ ખર્ચો દર્શાવ્યો છે. જોકે હિસાબો અધૂરા હોવાથી ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોને ઉપરાંત ગેરહાજર રહેનારા બે અપક્ષોને પણ ચૂંટણીપંચે નોટિસ ફટકારી છે.

લોકસભા ચૂંટણીને લઇ ઉમેદવારોને સૌથી વધુ ધબકારા હિસાબોના મેનેજમેન્ટને લઇ વધી રહ્યા છે. અધૂરામાં પૂરું અધૂરા હિસાબો આપવા મામલે ભાજપ અને કોંગ્રેસના બન્ને ઉમેદવારોને બીજીવાર નોટિસ પાઠવાઇ છે. ભાજપના પરબતભાઇ પટેલના પ્રતિનિધીએ ઓબ્ઝર્વર સમક્ષ 12 એપ્રિલથી 15 એપ્રિલ દરમિયાન 3.44 લાખ ખર્ચ કર્યો હોવાનું જાહેર કર્યું હતું. બનાસકાંઠા ભાજપના ઉમેદવારે ખર્ચના ઓબ્ઝર્વરને હિસાબો આપતા જણાવ્યું હતું કે પરચુરણ ખર્ચ પેટે, ગાડી ભાડું, સાઉન્ડ ભાડું, મંડપ ડેકોરેશન, ફ્લેક્સ બેનર સહિત ખર્ચાઓ પેટે 3,44,983 ખર્ચ થયો છે. તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઈ ભટોળે ખર્ચના હિસાબ દર્શાવતા જણાવ્યું હતું કે ‘ઇલેક્શન ડિપોઝિટ પેટે 25000, ચા-નાસ્તા સહિતના અન્ય ખર્ચ પેટે 24,400, લાઉડ સ્પીકર ખર્ચ 8100, બેનર ખર્ચ 16,692, મંડપ ડેકોરેશન 2,17,441, રહેઠાણ અને ભોજન 3,17,550, વાહન ભાડું 58,600, જાહેરાત ખર્ચ 2520 મળી કુલ 6,70,611 ખર્ચ થયો છે.

જોકે ઓબ્ઝર્વર સમક્ષ યોગ્ય રીતે હિસાબો રજૂ ન થતાં પરથીભાઇ અને પરબતભાઈ બંનેને નોટિસો પાઠવી હતી. જ્યારે ખર્ચના હિસાબો દર્શાવવામાં ગેરહાજર રહેનાર નિરૂપાબેન માધુ અને ભરત ઈશ્વરલાલ પઢીયારને (બંને અપક્ષ ઉમેદવારો) ચૂંટણીપંચ દ્વારા નોટિસ પાઠવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...