શંખેશ્વર ખાતે 2 મહિનાથી ગંદા પાણીની અંડર ગ્રાઉન્ડ ગટર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શંખેશ્વર ખાતે 2 મહિનાથી ગંદા પાણીની અંડર ગ્રાઉન્ડ ગટર ના પાણી ઉભરાઈ રહ્યા હતા અને રાહદારીઓ અને ખોડિયાર નગરમાં રહેતા 100 ઉપરાંત રહેણાંક વાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. તેમજ રોગચાળાનો ભય ફેલાયો હતો જે બાબતે ખોડિયાર નગરના રહેવાસીઓએ તંત્રને રજુઆત કરી હતી. પરંતુ ટીડીઓ.કે ગ્રામ પંચાયત દ્વારા કોઈજ કાર્યવાહી નહીં કરતા દિવ્યભાસ્કરમાં બુધવારે લોકોનો આ ગટરના પ્રશ્નનો અહેવાલ રજુ કર્યો હતો.ત્યારે બુધવારે પાટણ ડીડીઓ શંખેશ્વર આવતા ખોડિયાર નગરના રહેવાસીઓએ રૂબરૂ રજુઆત કરતા ડીડીઓએ ઉભરાતી ગટર ના પાણીની જાત તપાસ કરી હતી અને ટીડીઓ તેમજ શંખેશ્વર તલાટી તેમજ ગ્રામ પંચાયત ને 24 કલાકમાં આ ગંદા પાણી ઉભરાતા બંધ કરવા કડક શબ્દોમાં આદેશ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...