તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બમ્પ આવતાં બસ ઉછળતા ત્રણ જાનૈયા કાચ તોડી બહાર ફેંકાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

શંખેશ્વરથી એસટી બસમાં નીકળેલી જાન ગુરૂવારે બપોરે બહુચરાજી નજીક મારૂતિ પ્લાન્ટ પાસેથી પસાર થતાં બમ્પને કારણે બસ ઉછળતા પાછળની સીટમાં બેઠેલા ત્રણ યુવકો કાચ તોડીને નીચે પટકાતાં ઇજા થઇ હતી.ઘટનાને પગલે બસમાં હોહા મચી ગઈ હતી. એક ઇજાગ્રસ્તને ધારપુર સિવિલમાં ખસેડ્યો હતો.

શંખેશ્વરના આકાશ કાળુભાઇ રાવળ (13 વર્ષ)ના ફોઇના છોકરાના લગ્ન હોઇ ગુરૂવારે જાન વડાવલી ગામે જવાની હોઇ બપોરે એસટી બસમાં ઉપડેલી જાન બહુચરાજી નજીક મારૂતિ પ્લાન્ટ પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે એકાએક આવેલા બમ્પને કારણે ડ્રાઇવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ ઉછળતાની સાથે જ પાછળની સીટમાં બેઠેલા ત્રણ યુવકો પાછળનો કાચ તોડી બહાર ફેંકાયા હતા.ઉપરોકત બનાવને પગલે ઇજાગ્રસ્ત આકાશ કાળુભાઇ રાવળ રહે.શંખેશ્વર, આકાશ પ્રવિણભાઇ રાવળ (21વર્ષ) રહે.લણવાને મહેસાણા સિવિલમાં સારવાર માટે ખસેડ્યા હતા જ્યારે સંજય ધીરૂભાઇ રાવળની હાલત ગંભીર જણાતા પાટણ ધારપુર સિવિલમાં ખસેડ્યો હતો.

શંખેશ્વરથી બસમાં જાન વડાવલી જઇ રહી હતી ત્યારે બનેલો બનાવ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો