તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શંખેશ્વરમાં ક્લાપૂર્ણસુરિ સ્મૃતિ મંદિરે પ્રતિષ્ઠા મહોત્સવ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૈનતીર્થ શંખેશ્વર ખાતે આવેલ વિજય ક્લાપૂર્ણસુરિ સ્મૃતિ મંદિરના સંકુલમાં નૂતન નિર્માણ પામેલ ચતુર્મુખ જીનાલાયે શ્રી આદિનાથ પ્રભુજી, શ્રી મુનિ સુવ્રતસ્વામી આદિ જિનબિબોની ભવ્યાતિભવ્ય અંજન શલાકા-પ્રભુ પ્રતિષ્ઠા નો દશાનહિકા મહોત્સવ રવિવારે સંપન્ન થયો હતો.

કચ્છ વાગડ સમુદાયના ગચ્છધિપતિ પ.પૂ.આચાર્ય ભગવંત શ્રી મદ વિજય ક્લાપ્રભસુરીશ્વરજી મહારાજા, પ.પૂ.આચાર્ય ભગવંત શ્રી મદ વિજય કલ્પતરૂસુરીશ્વરજી મહારાજા ની નિશ્રામાં તેમજ નવ આચાર્ય ભગવંતો,300 જેટલા સાધુ સાધ્વીજી ભગવંતો અને હજારોની સંખ્યામાં કચ્છ વાગડ, મુંબઇ, બેગ્લોરથી પધારેલા હજારો ભક્તોની ઉપસ્થિતિ માં શંખેશ્વર તીર્થમાં રવિવારે શ્રી આદિનાથ પ્રભુના ચતુર્મુખ જીનાલયમાં જૈનાચાર્ય દવારા મંત્રોચ્ચાર સાથે અંજન શલાકા પ્રતિષ્ઠા કરી હતી. પ્રતિષ્ઠા મહોત્સવ નો મહાસુદ 11 પ્રારંભ થયો હતો જેમાં દીક્ષા કલ્યાણક તથા દિક્ષાર્થીનો વર્ષીદાનનો વરઘોડો, જિનબીમ્બોની અંજન શલાકા, પારમેશ્વરી પ્રવજયા અને રવિવારે પ્રભુજીની પ્રતિષ્ઠા ધ્વજા રોહણ કર્યું હતું, મહોત્સવ માં ટ્રસ્ટના પ્રમુખ કમલભાઈ મહેતા,મહામંત્રી ચંદુભાઈ ગઢેચા, મેનેજર કુલદીપભાઈ રામી તેમજ એન્જીનીયર સંજયભાઈએ ભારે જહેમત ઉઠાવી હતી.

શંખેશ્વર માં જીનાલાયનો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. તસવીર-સુરેશ જોષી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો