તારાનગર માઇનોર -2 કેનાલમાં આજદિન સુધી પાણી છોડાયું નથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શંખેશ્વર તાલુકાની સેવાડાના વિસ્તારમાં આવેલી નર્મદા કેનાલની હાલત બિસ્માર જોવા મળી રહી છે તારાનગર માઇનોર કેનાલ બની ત્યારથી આજ સુધી કેનાલમાં પાણીનું એક ટીંપુ આવ્યું નથી હાલ કેનાલ ની હાલત બિસ્માર જોવા મળી રહી છે.

રાજપુરા બ્રાન્ચ કેનાલમાંથી નીકળતી તારાનગર માઇનોર એક કેનાલ અને તારાનગર માઇનોર 2 કેનાલ અંદાજે 20 કિમી એરિયામાં વિસ્તરેલી છે. આ કેનાલ બનાવી ત્યારે માત્ર ટેસ્ટિંગ પૂરતું આ કેનાલ ઉપર પાણી છોડ્યું હતું ત્યારબાદ આ કેનાલમાં 4 કિમી વિસ્તારમાં હાલત બિસ્માર બનતા આજદિન સુધી આ કેનાલનું રીપેરીંગ કામ કર્યું નથી કે કેનાલમાં પાણી છોડાયું નથી.

આ અંગે સુબાપુરા ગામના સવાભાઈ રબારી ના જણાવ્યું કે કેનાલનું સમારકામ કરાય તો આગામી રવી સીઝનમાં ખેડૂતો માટે સિંચાઇની વ્યવસ્થા ઊભી થઈ શકે તેમ છે આ કેનાલથી તારાનગરનું રાવરા તળાવ ભરાય તો આ વિસ્તારના 8થી 10 ગામોને નર્મદાના પાણીનો સિંચાઈ નો ઉપયોગ કરી રવી સીઝન લઈ શકે તેમ છે. ઉપરાંત આ સુબાપુરા માઇનોર 1 કેનાલ અને સુબાપુરા માઇનોર 2 કેનાલમાં પણ પાણી પહોંચી શકે એમ છે ત્યારે આગામી દિવસોમાં આ કેનાલનું સમારકામ નહીં કરાય તો ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી આ વિસ્તારના ખેડૂતોએ ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...