શંખેશ્વરમાં અધિકારીઓએ હાથમાં ઝાડુ લઈ સફાઈ કરી

શંખેશ્વર : મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતીની ઊજવણી કાર્યક્રમના ભાગરૂપે 15 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:26 AM
Sankeshwar - શંખેશ્વરમાં અધિકારીઓએ હાથમાં ઝાડુ લઈ સફાઈ કરી
શંખેશ્વર : મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતીની ઊજવણી કાર્યક્રમના ભાગરૂપે 15 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાન જાગૃતિ સાથે વિશાળ રેલીનું આયોજન તાલુકા પંચાયત કચેરી, પ્રાથમિક કુમાર શાળા દ્વારા કર્યું હતું. શંખેશ્વરમાં શનિવારે સવારે સેટકોમ કાર્યક્રમ, સ્વચ્છતા હી સેવા, અને સફાઈ જાગૃતિ રેલી યોજી હતી, જેમાં તાલુકા વિકાસ અધિકારી જગદીશભાઈ દેસાઇ, તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા અધ્યક્ષ સોડાજી ઠાકોર, ડેલિગેટ સમશુદ્દીનભાઈ, સરપંચ, તાલુકા ભાજપ અગ્રણીઓ, તાલુકાના કર્મચારી ગણ, શિક્ષણાધિકારી જયરામભાઈ,તલાટી એન,જી,નાઈ વગેરે શંખેશ્વરના પાડલા રોડ પર ઝાડુ લઇ સફાઈ કરી હતી.

X
Sankeshwar - શંખેશ્વરમાં અધિકારીઓએ હાથમાં ઝાડુ લઈ સફાઈ કરી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App