તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધનોરામાં સમૂહલગ્નમાં 36 યુગલોએ પ્રભુતામાં પગલાં પડ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમગ્ર ગુજરાત માગુંડા(ભરવાડ)પરિવાર દ્વારા શંખેશ્વરના ધનોરા ગામ પાસે આવેલ શક્તિધામ મંદિરે બુધવારે મંદિરની 12 મી સાલગીરી મહોત્સવ અને સમૂહ લગ્ન યોજાયા હતા. જેમાં 36 નવ દંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.

માગુંડા ભરવાડ પરિવારના ધનોરા ખાતે આવેલ શક્તિધામ મંદિરની બુધવારે 12 મી સાલગીરી હોઈ ધ્વજારોહણ સાથે નવચંડી યજ્ઞ યોજાયો હતો. જ્યારે રાત્રે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં થરા વાળીનાથના મહંત ઘનશ્યામપુરી બાપુ, સંત દેવીદાસ બાપુ, સંત મુન્નાદાસ બાપુની નિશ્રામાં અને વઢિયાર, ખારાપાટ, ઝાલાવાડ,બનાસકાંઠા પંથકમાંથી 10 હજારથી વધારે સમાજના ભાઈ, બહેનો, આગેવાનોની ઉપસ્થિતિમાં 36 નવ દંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા દરેક યુગલને સમાજ દ્વારા સોના, ચાંદીની વસ્તુ, તિજોરી, પલંગ સહિત ઘર વખરી ચીજો ભેટ આપવામાં આવી હતી, પૂ.મહંત ઘનશ્યામપુરી બાપુએ આશીર્વાદ આપ્યા હતા સમાજના અગ્રણીઓ મનુભાઈ માગુંડા, કાળુભાઇ માગુંડા,સકતાભાઈ માગુંડા, વિહાભાઈ માગુંડા(શંખેશ્વર) એ પ્રસંગમાં ભારે જહેમત ઉઠાવી હતી. જશુભાઈ ભરવાડ પાટણ વાળાએ રસોડાની જવાબદારી લીધી હતી. રાત્રે મનીષા બારોટ નો રંગ કસુંબલ ડાયરો યોજયો હતો.

ધનોરામાં ભરવાડ સમાજના રાત્રે સમૂહલગ્ન યોજાયા હતા.તસવીર-સુરેશ જોષી

અન્ય સમાચારો પણ છે...