તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શામળાજી પાસેથી પશુ આહારની આડમાં ભરી લવાતો 14.73 લાખનો દારૂ ઝડપાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શામળાજી નજીકના પણસોલ પાસેથી પોલીસે શનિવારે મોડી સાંજે એક ટ્રકમાં પશુ આહારની આડમાં સંતાડી રાજસ્થાનના રસ્તે થઇ ગુજરાતમાં ઘુસાડવામાં આવતા 14.75 લાખના વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ તેમજ ટ્રક સહિત કુલ 24.75 લાખના મુદ્દામાલને કબજે લઇ દારૂ ભરી આવતા બે શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

શામળાજી પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર શામળાજી પી.એસ.આઈ એમ પી ચૌહાણ તેમના સ્ટાફ સાથે શનિવારે મોડી સાંજે શામળાજી નજીકના પણસોલ ગામની સીમમાં રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકિંગ કરી રહ્યા હતા. દરમિયાનમાં રાજસ્થાન બાજુથી આવતા ટેલર એચ આર ૬૭ બી 38 26 શંકાસ્પદ જણાતા તપાસ અર્થે ઊભું રહ્યું હતુ. ત્યારબાદ આ ટ્રેલરમાં તપાસ હાથ ધરતા તેમાં પશુઆહાર ભરેલા ગુજરાતમાં ઘૂસાડવામાં આવતી ૩૫૨ પેટી કિંમત 14.75 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ ગુના હેઠળ દારૂ તેમજ ટ્રક સહિત કુલ રૂ 24.75 લાખનો મુદ્દામાલ કબજે લઇ દારૂ ભરી આવતા વિનોદકુમાર ધર્મસિંહ જાટ અને વિજેન્દ્ર ઢોલારામ ધણક બંને રહે. હરિયાણાની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.

14.73 લાખના દારૂ સાથે બે પકડાયા તસવીર-વિપુલ રણા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો