તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રકમાં લોખંડની ભૂકીની આડમાં લવાતો ~3.22 લાખનો દારુ જપ્ત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શામળાજી નજીકના વેણપુર પાસે એલસીબીએ ગુરુવાર બપોરે રાજસ્થાન બાજુથી આવતી ટ્રકમાં લોખંડની ભૂકીની આડમાં સંતાડી લવાતા રૂ. 3.22 લાખનો દારૂ પકડ્યો હતો. જોકે ટ્રક ચાલક ટ્રક મૂકી ભાગી છૂટ્યો હતો. પોલીસે ટ્રક, દારુ તેમજ ભૂકી સહિત કુલ 17.17 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.

એલસીબી પીઆઈ મનીશ વસાવાએ બાતમી આધારે ગુરુવારે બપોરે શામળાજી નજીકના વેણપુર પાસે વોચ ગોઠવી ટ્રક નંબર જીજે ૧૮ એયુ ૭૮૫૬ શંકાસ્પદ જણાતાં તપાસ અર્થે ઉભી રખાવવા હાથ કર્યો હતો. ત્યારે ટ્રકનો ચાલક દૂરથી પોલીસ જોઈ ટ્રક મૂકી ભાગી છૂટ્યો હતો. ટ્રકમાં તપાસ હાથ ધરતા લોખંડની ભૂકીની આડમાં સંતાડેલો દારૂ રૂ. 3.22 લાખનો મળી આવ્યો હતો.

શામળાજીના વેણપુર નજીકથી LCBએ

ટ્રક ચાલક ટ્રક મૂકી છૂ, 17.17 લાખનો મુદ્દામાલ ઝડપાયો


અન્ય સમાચારો પણ છે...