Home » Uttar Gujarat » Aravalli » Shamlaji » સાબરકાંઠાના પાલ-દઢવાવમાં અંગ્રેજો સામે લડતાં લડતાં 1400 આદિવાસી શહીદ થયા હતા : બળવંતસિંહ રાજપૂત

સાબરકાંઠાના પાલ-દઢવાવમાં અંગ્રેજો સામે લડતાં લડતાં 1400 આદિવાસી શહીદ થયા હતા : બળવંતસિંહ રાજપૂત

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:05 AM

વિશ્વ આદિવાસી સંમેલન | શામળાજીના સર્વોદય કેન્દ્ર ખાતે જીઆઇડીસીમાં ઊજવણી સંપન્ન

  • સાબરકાંઠાના પાલ-દઢવાવમાં અંગ્રેજો સામે લડતાં લડતાં 1400 આદિવાસી શહીદ થયા હતા : બળવંતસિંહ રાજપૂત
    અરવલ્લી જિલ્લામાં શામળાજીના સર્વોદય કેન્દ્ર ખાતે ગુરુવારે જીઆઇડીસી અધ્યક્ષ બળવંતસિંહની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઇ હતી. તેમણે જણાવ્યું હતું કે, દેશની આઝાદીની લડાઇમાં દેશના અનેક રાજ્યોનાં આદિવાસી વિરોએ બલિદાનો આપ્યાં છે. જેમાં બીરસામુંડા, તાત્યાભીલ, રાણી ગડનીલું, નિરોતસિંગ અલોરી, સીતારામ રાજુ, રૂપા નાયકા, ગુરૂ ગોવિંદનો સમાવેશ થાય છે. સાબરકાંઠા જિલ્લામાં પાલ-દઢવાવમાં અંગ્રેજો સામે લડતાં લડતાં ૧૪૦૦ આદિવાસીઓ શહીદ થયા હતા.

    આદિજાતી વિકાસ વિભાગ, ગાંધીનગર તથા પ્રાયોજના વહીવટદારની કચેરી, મોડાસા દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી, આદિવાસી સેવા સમિતિ શામળાજી (નૃસિંહધામ) સર્વોદય કેન્દ્ર, શામળાજી ખાતે ગુજરાત જી.આઇ.ડી.સી.ના અધ્યક્ષ બળવંતસિંહજી રાજપૂતના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. જેમાં જિલ્લા ભાજપના પ્રમુખ રણવીરસિંહ ડાભી સહિતના અગ્રણીઓ, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

    ગુજરાત ઉર્જા વિકાસ નિગમ(જેડા)ના ચેરમેન ઇશ્વરભાઇ ભાવસારે જણાવ્યું હતું કે, આદિવાસીઓ પોતાના હક્કો અને પ્રશ્નોથી વાકેફ થઇ, તેમના ગૌરવ અને રક્ષણ માટે પ્રતિબધ્ધ થાય તે આ ઉજવણીનો ઉદ્દેશ છે અને આદિવાસીઓ સ્વમાનભેર જીવન જીવી શકે અને અન્ય સમાજની હરોળમાં આગળ આવે તે જરૂરી છે. એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કુલ દ્વારા ભારત નાટ્યમ તથા આદિવાસી નૃત્ય સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે પૂર્વ તાલુકા પ્રમુખ અમૃતભાઇ બરંડા તથા પી. સી. બરંડાએ પ્રાસંગિક પ્રવચન કર્યાં હતાં.આ પ્રસંગે આદિવાસી વિકાસ વિભાગ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓના તેજસ્વી તારલાઓનું અધ્યક્ષ તથા મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ