તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂ કેસમાં શામળાજી PSI, 2 કોન્સ્ટેબલની ધરપકડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા | ગત 1 એપ્રિલમાં સ્ટેટ વિજીલન્સ ગાંધીનગરની ટીમે રેડ કરી શામળાજીના શ્યામલ વન પાસે રસ્તા ઉપર ઉભા રહેલા કન્ટેનટરમાંથી 46 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. સ્ટેટ વિજીલેન્સે તે સમયે પ્રોહિબિશેનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં શામળાજી પોલીસ સ્ટેશનના તત્કાલીન PSI એમ.બી.ગઢવી અને કોન્સ્ટેબલ પ્રવિણસિંહ અને કલ્પેશસિહની આ પ્રકરણમાં શંકાશીલ ભૂમિકા જણાતા સ્ટેટ મોનિટરિંગ વિજીલન્સ ગાંધીનગરની ટીમે ધરપકડ કરતાં પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે. અરવલ્લી ડીવાયઅેસપી કરઝરીયાએ ધરપકડની ઘટનાને પુષ્ટી આપતા જણાવ્યું કે, આ પોલીસ કર્મીઓની પ્રોહિબિશનના ગુનામાં વિજીલન્સમાં ઇન્કવાયરી ચાલતી હતી. જેના પુરાવા એકત્રિત કરી તેમની ધરપકડ કરાઇ હોવાનું જણાવ્યું હતું. શનિવારે મોડી સાંજે PSI સહિત બંને કોન્સ્ટેબલને ભિલોડાની કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યાં કોર્ટ ત્રણેયના રિમાન્ડ નામંજૂર કર્યા હતા.

સ્ટેટ વિજીલન્સ વિભાગની ટીમે પુરાવા એકઠા કરી પીએસઆઇ અેમ.બી.ગઢવી અને કોન્સ્ટેબલની ધરપકડ કરતાં ખળભળાટ
ગત 1 એપ્રિલે શામળાજી પોલીસ સ્ટેશનના તત્કાલીન પીએસઆઇ એમ.બી.ગઢવીએ સ્ટાફ સાથે ચેકિંગ દરમિયાન અંદાજે 46.58 લાખના દારૂ સહિત રૂ. 68 લાખ મુદ્દામાલ સાથે કન્ટેનર શામળાજીની જુની આરટીઓ કચેરી પાસેથી ઝડપ્યુ હતું. આ અંગે શામળાજી પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો પણ દાખલ કર્યો ન હતો અને દારૂ ઝડપાયાના બે દિવસ સુધી પોલીસ સ્ટેશનની સ્ટેશન ડાયરીમાં નોંધ પાડી ન હતી.

આ અંગેની જાણ સ્ટેટ મોનિટરીંગ વિજીલન્સ ગાંધીનગરના ડીવાયએસપી જ્યોતિ પંકજને થતાં સ્ટેટ વિજીલન્સની ટીમ સાથે શામળાજી શ્યામલવન પાસે દારૂ ભરેલું કન્ટેનર ઝડપી ગુનો નોંધ્યો હતો. જેમાં શામળાજી પોલીસ શંકાના દાયરામામં હોઇ વિજીલન્સ વિભાગે ઇન્કવાયરી હાથ ધરી હતી. જેમાંં શામળાજી પીએસઆઇ ગઢવી તેમજ પોલીસ સ્ટાફના નિવેદન લીધા હતા. જેમાં પીએસઆઇ એમ.બી.ગઢવી અને કોન્સ્ટેબલ પ્રવિણસિંહ સોલંકી અને કલ્પેશસિંહ ચંપાવત સામે ઇન્કવાયરીમાં પુરાવા એકત્ર કરી સ્ટેટ વિજીલેન્સની ટીમે શુક્રવારે ધરપકડ કરાતાં લાંચિયા પોલીસ કર્મીઓ ફફડી ઉઠ્યા હતા. ધરપકડ કરાયેલા પોલીસ કર્મીઓની વધુ પૂછપરછ કરાઇ હતી.

PSI એમ.બી.ગઢવી
ભિલોડા કોર્ટે ત્રણેય કર્મીના રિમાન્ડ નામંજૂર કર્યા
ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગની ટીમે ધરપકડ કરાયેલ પીએસઆઇ અને બે હેડ કોન્સ્ટેબલોને શનિવારે મોડી સાંજે ભિલોડાની કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં ભિલોડા કોર્ટના ન્યાયાધીશે ત્રણેય પોલીસ કર્મીના રિમાન્ડ નામંજૂર કર્યા હોવાનું જાણવા મળ્યું હતું.

દારૂ ચોરીમાં PIS-કોન્સ.સસ્પેન્ડ કરાયા હતા.
તાજેતરમાં જ શાળમાજી પોલીસ સ્ટેશન સામેથી જ દારૂ ભરેલા કન્ટેનરમાંથી 7 લાખના દારૂ ચોરીમાં પ્રકરણમાં PSI અને એક કોન્સટેબલ સસ્પેન્ડ કરાયા હતા. જે કેસનો ભેદ ઉકેલાયો નથી ત્યાં અન્ય એક ઘટના સામે આવતાં પોલીસની કામગીરી ચર્ચાના ચકડોળે ચઢી છે.

અન્ય સમાચારો પણ છે...