તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • Shamlaji
  • મેરાવાડા પાસે પ્લાસ્ટીકના દાણા વેણપુર પાસેથી ભુસાની આડમાં લવાતો 34 લાખનો દારૂ ઝડપાયો

મેરાવાડા પાસે પ્લાસ્ટીકના દાણા- વેણપુર પાસેથી ભુસાની આડમાં લવાતો 34 લાખનો દારૂ ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શામળાજી નજીક આવેલા મેરાવાડા અને વેણપુર પાસેથી શુક્રવારે રાત્રે અને શનિવારે સવારે રાજસ્થાન બાજુથી જુદા જુદા બે ટ્રકોમાં પ્લાસ્ટીકના દાણા ભરેલી થેલીઓની આડમાં અને ભૂસું ભરેલા કોથળાઓની આડમાં સંતાડી લવાતાં 8924 બોટલ 34 લાખનો પકડી પાડ્યો છે. પોલીસે આ બંને ગુનાઓ હેઠળ કુલ 45.27 લાખનો મુદ્દામાલ કબજે લઇ દારૂ ભરી આવતાં ચાર શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શામળાજી પીએસાઈ એજે ચૌહાણ શુક્રવારે રાત્રે સ્ટાફ સાથે શામળાજીથી હિમતનગર તરફના હાઈવેમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા દરમિયાનમાં મેરાવાડા પાસે રાજસ્થાન બાજુથી આવતી ટ્રક (એચ આર 45 બી 9221)ને તપાસ અર્થે ઉભી રખાવી હતી. તેમાં પ્લાસ્ટીકના દાણા ભરેલી થેલીઓની આડમાં સંતાડી ભરેલી વિદેશી દારૂની 79 પેટી બોટલો નંગ 948 કિં. 3.89 લાખની મળી આવી હતી. પોલીસે કુલ 13.80 લાખનો મુદ્દામાલ કબજે લઇ દારૂ ભરી આવતા બે શખ્સોની અટકાયત કરી છે.

જ્યારે શનિવારે વહેલી સવારે શામળાજીથી રતનપુર તરફના હાઈવે રોડમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. દરમિયાનમાં વેણપુર ગામની સીમ પાસે રાજસ્થાન બાજુથી આવતા ટ્રક (એચ આર 69 એ 2394) શંકાસ્પદ જણાતાં તપાસ અર્થે ઉભી રખાવી હતી. ત્યાર બાદ આ ટ્રકમાં તપાસ હાથ ધરતાં તેમાં ભૂસું ભરેલા કોથળાઓની આડમાં સંતાડી ભરેલી 748 પેટી જેમાં 8976 બોટલ કિં. 30.45 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ દારૂનો જથ્થો તેમજ ટ્રક સહિત કુલ 40.47 લાખનો મુદ્દામાલ કબજે લઇ દારૂ ભરી આવતા બે શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શામળાજી પોલીસે બંને ગુનાઓ હેઠળ કુલ 827 પેટી દારૂ જેમાં બોટલો નંગ 8924 તેમજ બે ટ્રક અને અન્ય માલસામાન સહિત 54.27 લાખનો મુદ્દામાલ કબજે લઇ દારૂ ભરી આવતાં મુર્શેદ શેરમહમદ મેવ (હરિયાણા) , નરેશ પહેલવાન ગુડગાવ તેમજ સાજીદહુસેન શેખ્મુખ્ત્યાર (પંજાબ) અને મેન્પાલ મહાસીંગ જાટ (હરિયાણા)ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વેણપુર ગામની સીમમાંથી દારૂ સાથે ઝડપાયેલી ટ્રક.

દારૂનો જથ્થો ભરી આપનાર વોન્ટેડ શખ્સો સામે ગુનો નોંધાયો
વેણપુર પાસેથી દારૂના જથ્થા સાથે પકડાયેલ બે આરોપીઓની પોલીસે પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી. જેમાં દારૂનો જથ્થો બંટી રતિયા જાટ અને વિક્કી જેનું પુરુનામ મળ્યું નથી જે બંને હરિયાણાના શખ્સોએ ગુજરાતમાં વેચાણ અર્થે લઇ જવા ભરી આપ્યો હોવાનું બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...