Divya Bhaskar

Home » Uttar Gujarat » Aravalli » Shamlaji » Shamlaji - અણસોલ પાસેથી બે ગુનાઓ હેઠળ 60 હજારનો વિદેશી દારૂ ઝડપાયો

અણસોલ પાસેથી બે ગુનાઓ હેઠળ 60 હજારનો વિદેશી દારૂ ઝડપાયો

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:30 AM

5.64 લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોની અટક

  • Shamlaji - અણસોલ પાસેથી બે ગુનાઓ હેઠળ 60 હજારનો વિદેશી દારૂ ઝડપાયો
    શામળાજી નજીકના અણસોલ પાસેથી પોલીસે શનિવારે જુદાજુદા બે ગુનાઓ હેઠળ રાજસ્થાન બાજુથી ઘુસાડવામાં આવતાં 166 નંગ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. દારૂ તેમ જ બે કાર સહિત 5.64 લાખનો મુદ્દામાલ કબજે લઇ ત્રણ શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    શામળાજી પી.એસ.આઈ એ.જે.ચૌહાણ ચૌહાણ અને એમ પી ચૌહાણ તેમના સ્ટાફ સાથે શનિવારે સવારે શામળાજીથી રતનપુર તરફના નેશનલ હાઈવે રોડમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા દરમિયાનમાં અણસોલની સીમ પાસેથી પસાર થતી કાર (જી.જે 01 ઈ.ટી 6435) શંકાસ્પદ જણાતા તપાસ તપાસ હાથ ધરતા 27500નો દારૂની મળી આવી હતી. પોલીસે 2,36,500નો મુદ્દામાલ સાથે જયેશ વજુભાઇ કલાલની અટકાયાત કરી હતી.

    જ્યારે બીજા ગુનામાં આજ સ્થળે રાજસ્થાન બાજુથી આવતા વાહનોનું ચેકિંગ કરતાં કાર (જીજે 01 આર પી 4197) તપાસ હાથ ધરતા તેમાંથી વિદેશી દારૂની 67બોટલ કિંમત રૂ.27300 મળી આવી હતી. પોલીસે આ ગુના હેઠળ દારૂ તેમ જ કાર સહિત 2 લાખ 36 હજાર 500નો મુદ્દામાલ કબજે લઇ દારૂ ભરી આવતા ઈશ્વરસિંહ કિશોરસિંહ ચૌહાણ, મકનસિંહ માધુસિંહ ચૌહાણની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending