તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિંમતપુરના યુવાનની મોબાઇલના ઝઘડાની અદાવતમાં અઢેરામાં તિક્ષ્ણ હથિયારથી હત્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શામળાજી નજીક આવેલા હિંમતપુર ગામના યુવકનું અઢેરા ગામના બે શખ્સોએ અગાઉ થયેલા ઝગડાની અદાવતમાં સોમવારે મોડી રાત્રે બાઈક ઉપર બેસાડી અપહરણ કર્યુ હતુ. ત્યાર બાદ અપહરણ કરાયેલા યુવકને નજીકમાં આવેલા અઢેરા ગામની સીમમાં લઇ જઈ તિક્ષણ હથિયાર વડે તેની હત્યા કરાઈ હતી અને હત્યા બાદ યુવકની લાશને તેના ઘર આગળ ખાટલામાં મૂકી હત્યારાઓ ભાગી છુટતા ચકચાર મચી હતી. બનાવ અંગે શામળાજી પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે જઈ હત્યા કરનાર બે સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હિંમતપુર ગામે રહેતો પ્રવીણભાઈ સલૂભાઈ નિનામા (25) અઢેરા ગામે રહેતા મહેન્દ્રભાઈ પુનાભાઈ ખરાડીના ઘરે થી મોબાઈલ ફોન લાવેલ હતો. જે બાબતે પ્રવિણભાઈ અને મહેન્દ્રભાઈ વચ્ચે અગાઉ ઝઘડો થયો હતો અને આ ઝઘડાની અદાવત રાખી સોમવારે મોડી રાત્રે મહેન્દ્ર અને અક્ષય નામના બે શખ્સો બાઇક પર પ્રવિણભાઈનાં ઘરે આવી અપહરણ કરઇ જઇ નજીકમાં આવેલા અઢેરા ગામે લઇ જઈ તીક્ષ્ણ હથિયાર વડે પ્રવિણભાઇની હત્યા કરી લાશને બાઈક ઉપર લાવી તેના ઘર ની આગળ ખાટલામાં નાખી જતા રહ્યા હતા. બનાવ અંગે પરિવારજનોએ શામળાજી પોલીસમાં જાણ કરતા શામળાજી પીએસાઈ કે વાય વ્યાસ ઘટના સ્થળે પહોંચી હતા અને યુવકની હત્યા અંગે હત્યા કરનાર બે શખ્સો સામે ગુનો નોધી લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી અને હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ઘર આગળ લોકો ભેગા થઇ ગયા હતા. તસવીર- વિપુલ રણા

યુવકના હત્યારા
મહેન્દ્રભાઈ પુનાભાઈ ખરાડી

અક્ષય પુનાભાઈ ખરાડી બંને રહે.અઢેરા તા. ભિલોડા

અન્ય સમાચારો પણ છે...