શામળાજી: રૂપિયા 53.30 લાખનો વિદેશી દારૂ પકડાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(રતનપુર પાસેથી પોલીસે દારૂના જથ્થા સાથે બે જણાની મુદા્માલ સાથે અટકાયત કરી )
- રતનપુર પાસેથી દારૂ ભરેલી ટ્રક સાથે પોલીસે બે શખ્સને ઝડપ્યા

શામળાજી: રતનપુર પાસેથી પોલીસ મંગળવારે બપોરે બાતમી આધારે રાજસ્થાન બાજુથી ગુજરાતમાં ઘૂસાડવામાં આવતો રૂા.53.30 લાખના વિદેશી દારૂનો જથ્થો ભરેલી એક ટ્રકને પકડી પાડી છે. ત્યારબાદ દારૂ, ગાડી તેમજ અન્ય માલસામાન સહિત કુલ રૂા.7,59,200 નો મુદા્માલ કબજે લઇ દારૂ ભરી આવતા બે શખ્સની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આગળ આવતા દીવાળીના તહેવારો પ્રસંગે દારૂની રેલમછેલ થતી રોકવા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ આપેલી સુચના આધારે અરવલ્લી જિલ્લા એલ.સી.બી. પી.આઇ. પી.કે.પટેલ તેમજ શામળાજી પી.એસ.આઇ. એ.કે.વાળા તેમના સ્ટાફના પ્રમોદભાઇ પંડયા, હરીશચંદ્રસિંહ તેમજ શંકરભાઇ સાથે મંગળવારે બપોરે શામળાજીથી રતનપુર તરફના હાઇવે રોડ પર પેટ્રોલીંગ કરી રહ્યા હતા. દરમિયાન બાતમી મળી હતી કે રાજસ્થાન બાજુથી એક ટ્રકમાં દારૂ ભરી ગુજરાતમાં ઘૂસાડવામાં આવનાર છે, જે આધારે તેઓએ રતનપુર પાસે વોચ ગોઠવી રાજસ્થાન બાજુથી આવતા તમામ વાહનોનું સઘન ચેકીંગ હાથ ધર્યુ હતું.
દરમિયાનમાં રાજસ્થાન બાજુથી આવતી ટ્રક નંબર એમ.એચ.18.એએ.7383 શંકાસ્પદ જણાતા તપાસ અર્થે ઉભી રખાવી હતી અને આ ગાડીમાં તપાસ હાથ ધરતા તેમાં બિનકાયદેસર રીતે ભરેલી વિદેશી દારૂની 1128 પેટી જેની કિંમત રૂા.53,30,400 લાખની મળી આવી હતી. ત્યારબાદ પોલીસે દારૂ તેમજ ટ્રક તથા અન્ય માલસામાન સહિત કુલ રૂા.63,33,900 નો મુદા્માલ કબજે લઇ દારૂ ભરી આવતા પંજાબના જસ્બીરસિંહ ભજનસિંગ જાટ, જરનાઇલસિંગ રતનસિંગ જાટની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.