ઉઘરાણીએ નીકળેલા શખ્સને લૂંટી હત્યા કરી લાશ ફેંકી દીધી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-ઉઘરાણીએ નીકળેલા શખ્સને લૂંટી હત્યા કરી લાશ ફેંકી દીધી
-અરજણભાઇ ભરવાડની લાશ સીમમાં મળી આવતાં બાયડ પોલીસે તપાસ હાથ ધરી
બાયડ તાલુકાના રડોદરા ગામના ૪પ વર્ષના શખ્સ ઘરેથી ઉઘરાણી જવા નીકળ્યા હતા. જો કે ગુરુવારે સવારે ગામની સીમના ખેતરમાંથી તેઓની ઇજા પહોંચેલી હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. બાયડ પોલીસે ઘટના સ્થળે પહોંચી લૂંટ અને હત્યાનો અજાણ્યા શખ્સો સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
શખ્સને રહેસી નાખી કરાયેલી હત્યા અને લૂટથી સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. જ્યારે આ શખ્સની લાશ ગામની સીમના ખેતરમાંથી મળી આવતાં ઘેરુ રહસ્ય સર્જા‍યું હતું અને સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જા‍ઇ હતી.
રડોદરા ગામે પરિવાર સાથે રહેતા અરજણભાઇ લીબાભાઇ ભરવાડ બુધવારની સાંજે ઘરેથી ઉઘરાણી જવા નીકળ્યા હતા. જે રાત્રે મોડે સુધી ઘરે પરત નહી ફરતાં કુટુબીજનોમાં ચિન્તા પ્રસરી હતી.
જ્યારે સવારે રડોદરા ગામની સીમમાં આવેલા મશરૂભાઇ રૂમાલભાઇ ખાંટના ખેતરમાંથી અરજણભાઇ લીબાંભાઇ ભરવાડ (ઉ.વ.૪પ)ની લાશ મળી આવતા પંથકમાં ખળભળાટ મચ્યો હતો. ગામની સીમમાં લાશ પડી હોવાના સમાચાર ફેલાંતા જ ટોળે ટોળા ઘટના સ્થળ ઉપર ઉતરી આવ્યા હતા. જ્યારે આ બનાવની જાણ બાયડ પોસઇ એ.કે.વાળાને થતાં જ તેઓ ઘટના સ્થળ ઉપર પોલીસ ટીમ સાથે આવી પહોચ્યા હતા.
વધુ જાણકારી માટે કરો આગળ ક્લિક...