• Gujarati News
  • Vijayanagar Police Intrusion Into The Protected Forest Bitagarda Suspended

વિજયનગરના રક્ષિત જંગલમાં ઘૂસણખોરી મામલે બીટગાર્ડ સસ્પેન્ડ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પરિક્ષેત્ર વન અધિકારી તથા ફોરેસ્ટ અધિકારી સામે કાર્યવાહી કરાશે
૨૦૦૬ના વન કાયદા હેઠળ લોકોએ કઠવાવડી-ધોલવાણીના જંગલમાં ધૂસણખોરી કરી હતી


વિજયનગર તાલુકાના કઠવાવડી અને ધોલવાણીના રક્ષિત જંગલમાં સ્થાનિક લોકો દ્વારા વ્યાપક ઘૂસણખોરી થતાં ચકચાર મચી જવા પામી છે. જેમાં મોટા પાયે વૃક્ષો કાપી જમીન વાવેતર કરવા થયેલા પ્રયાસો બાદ જિલ્લા વન અધિકારીએ તપાસને અંતે સોમવારે બીટગાર્ડને સસ્પેન્ડ કરી દીધો હતો. જયારે ફોરેસ્ટ અધિકારી તથા પરિક્ષેત્ર વન અધિકારી સામે પણ કાર્યવાહી કરવા રાજય સરકારને લેખિત અહેવાલ મોકલ્યો છે.

સાબરકાંઠાના મીની કાશ્મીર તરીકે ઓળખાતા વિજયનગર તાલુકાના રક્ષિત ગાઢ જંગલ પર હવે લોકોની નજર પડી છે. જેમાં ૨૦૦૬ના વન અધિનિયમ કાયદા હેઠળ જમીન મેળવવા લોકોએ રક્ષિત જંગલમાં ઘૂસી જઇ જમીન ખેડવા માટે વૃક્ષો કાપવાનું શરૂ કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં કઠવાવડી-ધોલવાણી, કુંડલામાં જંગલ જમીન પચાવી પાડવા માટે સ્થાનિક લોકોએ ઘૂસણખોરી કર્યાનું પ્રકાશમાં આવ્યુ હતું. જેને પગલે જિલ્લા વન અધિકારી અરૂણકુમાર ચૌધરીએ નાયબ વન સરંક્ષક એન.ડી.પાંડોર તથા એન.બી.શ્રીમાળીની તપાસ ટીમ બનાવી તપાસ કરાવી હતી. જેમાં પ્રથમ તપાસમાં બીટ ગાર્ડ, ફોરેસ્ટર તથા પરિક્ષેત્ર વન અધિકારી પી.એચ.પટેલની નિષ્ક્રીયતા પ્રકાશમાં આવી હતી.

આ અંગે જિલ્લા વન સરંક્ષક અરૂણકુમાર ચૌધરીએ જણાવ્યુ હતું કે કઠવાવડી-ધોલવાણીના જંગલમાં થયેલી ઘૂસણખોરી અને વૃક્ષો કાપવાના મામલે વન વિભાગના બી.એચ.નિનામાને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. જયારે ફોરેસ્ટ ઓફીસર એ.એમ.દેસાઇ તથા પરિક્ષેત્ર વન અધિકારી પી.એચ.પટેલની બેદરકારી માટે તેમને સસ્પેન્ડ કરવા રાજય સરકારના વન વિભાગને અહેવાલ મોકલ્યો હોવાનું જણાવ્યુ હતું. જેને પગલે પરિક્ષેત્ર વન અધિકારીની ધોલવાણી રેંજના સ્ટાફમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આગળ વાંચો...

૨૦૦૬ના વન અધિનિયમ હેઠળ જમીન મેળવવા ઘૂસણખોરી થઇ છે