હિમતનગર: બેં ચેરમેનની ચુંટણીનો મનાઇ હુકમ ઉઠાવી લેવાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ચુંટણી અંતર્ગત શનીવારે પ્રથમ સભા મળી હતી પરંતુ મનાઇ હુકમ આવતા કોઇ કાર્યવાહી થઇ શકી ન હતી)

-સાબરકાંઠા બેન્કના ચેરમેન ની ચુંટણી: બેન્કના એક ડિરેક્ટરે કોર્ટમાં દાદ માગતા અપાયેલો મનાઇ હુકમ અન્ય ડિરેક્ટરોની રજુઆતથી ઉઠાવી લેવાયો

હિમતનગર: સાબરકાંઠા જીલ્લામાં સહકારી ક્ષેત્રે અગ્રણી ગણાતી સાબરકાંઠા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક ના ચેરમેન અને વાઈસ ચેરમેન ની ચુંટણી શનિવાર તા.૧૫ નવેમ્બરે યોજવા માટેની ચુંટણી અધિકારીએ પ્રસિદ્ધ કરેલા જાહેરનામાં બાદ શુક્રવારે બેન્કના એક ડીરેક્ટરે એજન્ડા ન મળ્યો હોવાના મુદ્દે બોર્ડ ઓફ નોમીનીઝ મહેસાણા વિભાગ ની કોર્ટમાં દાદ માગી હતી જેથી નોમીનીઝ કોર્ટે ચેરમેન અને વાઈસ ચેરમેનની ચુંટણી કરવા પર મનાઈ હુકમ મૂકી દીધો હતો જેના કારણે બોર્ડ ઓફ ડીરેક્ટરની શનિવારે મળેલી પ્રથમ બેઠક મુલતવી રહી હતી.બીજી તરફ સાંજે બેન્કના અન્ય ડીરેક્ટરોએ નોમીનીઝ કોર્ટમાં રજૂઆત કરતા મનાઈ હુકમ ઉઠાવી લેવાયો છે જેના કારણે નાટકીય વણાંક આવ્યો છે.

આ અંગેની વિગત એવી છે કે બેન્કના માલપુર વિભાગમાંથી ચૂંટાયેલા ડીરેક્ટર જશુભાઈ શીવાભાઈ પટેલને બેંકના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચુંટણીનો એજન્ડા નિયત સમયમાં ન મળ્યો હોવાના કારણે બોર્ડ ઓફ નોમીનીઝ મહેસાણા કોર્ટમાં દાદ માગી હતી.જેથી સંયુક્ત રજ્રીસ્ટાર અને સદસ્ય જી.આર.રાઠોડે શુક્રવારે મનાઈ હુકમ આપ્યો હતો.જેથી શનિવારે બેન્કના બોર્ડ ઓફ ડીરેક્ટરની મળેલી પ્રથમ બેઠકમાં કોઈ કાર્યવાહી કરાઈ ન હતી બીજી તરફ ચેરમેન અને વાઈસ ચેરમેન ની ચુંટણી હોવાથી બાર થી વધુ ડીરેકટરો સભાખંડમાં હાજર હતા.જેથી તેઓ વિચારમાં પડી ગયા હતા.

બીજી તરફ બેંક દ્વારા શનિવારે નિયમ નંબર -૧૪ અંતર્ગત અરજી આપી હતી જેથી અરજીના પેરા -૭ (અ)લગત હુકમ કરીને જણાવ્યું હતું કે બેન્કના વકીલની રજૂઆત અને દસ્તાવેજી પુરાવાઓ નો અભ્યાસ કર્યા બાદ રજૂઆત બાદ ચુંટણી પર આપેલો એક તરફી મનાઈ હુકમ સંયુક્ત રજ્રીસ્ટાર અને સદસ્ય બોર્ડ ઓફ નોમીનીઝ મહેસાણા વિભાગના જી.આર.રાઠોડે ઉઠાવી લેવાનો હુકમ કર્યો હતો.

હવે શું થશે? : સોમવારે હાઇકોર્ટમાં રીટ દાખલ થઇ શકે છે

સાબરકાંઠા બેન્કના ચેરમેન અને વાઈસ ચેરમેન ની ચૂટણીમાં આવેલા નાટકીય વળાંક બાદ બેન્કના ડીરેક્ટર મુકેશભાઈ રેવાભાઈ પટેલ સહીત અન્ય ૧૨ થી વધુ ડીરેક્ટરો ધ્વારા હાઈકોર્ટ ના ધ્વાર ખખડાવવાની કાર્યવાહી શરુ કરાઈ છે.જેથી શક્યતઃ સોમવારે હાઈકોર્ટમાં રીટ દાખલ થઇ શકે તેમ છે.

સવારે લેખિત જાણ થઇ હતી :ચુંટણી અધિકારી
ચુંટણી અધિકારી એમ.કે.વ્યાસે જણાવ્યું હતું કે ચેરમેન અને વાઈસ ચેરમેનની ચુંટણી કાર્યવાહી પર લવાયેલા મનાઈ હુકમ ની મને શનિવારે સવારે ૮ વાગે લેખિત જાણ કરાઈ હતી જેથી હું બેંકમાં જ ગયો ન હતો.બીજી તરફ સાંજે મનાઈ હુકમ ઉઠી ગયો છે તે અંગે મને કોઈ લેખિત જાણ કરાઈ નથી.

૨૧ નવેમ્બરે ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચુંટણી
સાબરકાંઠા બેન્કના ચેરમેન અને વાઈસ ચેરમેન ની ચુંટણી નું કોકડું ગુચવાયું છે ત્યારે સાબરડેરી ની ચુંટણી પણ નિયત સમયમાં કરવાની હોવાથી તે માટે તા.૨૧ નવેમ્બર નિધારિત કરાઈ છે.