તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધનસુરાઃ ટ્રકની ટક્કરથી બાઇક સવાર બે યુવકનાં મોત, ગ્રામજનોમાં રોષ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- માલપુર માર્ગની ચોકડી પર અકસ્માત સર્જી ભાગી છૂટેલા ટ્રક ચાલકને પીછો કરી ઝડપી પડાયો
ધનસુરા-માલપુર માર્ગની ચોકડી પર બેફામ દોડતી ટ્રકના ચાલકે બાઇક પર જઇ રહેલા શક્તિનગરના બે યુવાનોને અડફેટે લેતાં મોત નીપજ્યા હતા. મહાશિવરાત્રી પર્વે જ ગોઝારા અકસ્માતમાં બે યુવકોના મોતથી મૃતકના પરિવારજનોમાં ગમગીની છવાઇ હતી. ધનસુરા પાસે આવેલ શક્તિનગર ગામના જગદીશ તળવી અને રમેશ વસાવા બાઇક ઉપર ધનસુરા તરફ આવી રહ્યા હતા ત્યારે ટ્રકના ચાલકે બાઇકને ટક્કરમારતાં અકસ્માતમાં જગદીશભાઇ નરપતભાઇ તળવી (ઉ.વ.૨૦) અને રમેશભાઇ કાન્તીભાઇ વસાવા (ઉ.વ.૨૧)નું મોત નીપજ્યું હતું. ટ્રક નં. આર.જે.૩૨ જીબી ૩૧૬૯ નો ચાલક અકસ્માત સર્જી ભાગી છૂટયો હતો.
પંરતુ અકસ્માતના સ્થળે જ ઉભેલા ભરતે ટ્રકનો પીછો કરી કંજરીકંપાની હદમાંથી ટ્રક સહિ‌ત ચાલકને ઝડપી પોલીસને હવાલે કર્યો હતો. ધનસુરા પોલીસને અકસ્માતની જાણ થતાં સ્થળ ઉપર પહોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતક યુવાનોનો કબ્જો પરીવારજનોને આપ્યો ત્યારે ભારે આક્રંદ ભર્યા દૃશ્યો સર્જા‍યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો