ટ્રેક્ટરની ટક્કરે બાઇક સવારનું મોત : એક ઘાયલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી

પ્રાંતિજ: પ્રાંતિજ તાલુકાના ફતેપુર નજીક શનિવારે ટ્રેકટરે બાઇકને ટક્કર મારતા બાઇક ચાલકનું ગંભીર ઇજાને કારણે મોત નિપજયુ હતું. જે અંગેની ફરિયાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. જ્યારે ઇજાગ્રસ્ત એક યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ અંગેની વિગત એવી છે કે ફતેપુર પાસેથી શનિવારે બાઇક નંબર જીજે.9.સી.સી.211 લઇને સંજયસિંહ અને ચિરાગકુમાર રમણસિંહ ખાંટ પસાર થઇ રહ્યા હતા ત્યારે સામેથી આવતા ટ્રેકટર નંબર જીજે.9.એ.એફ.8667 ના ચાલકે ગફલતભરી રીતે ડ્રાઇવીંગ કરી ટ્રેકટરને બાઇક સાથે અથડાવી દીધુ હતું.
જેના કારણે બાઇક પર જઇ રહેલા ચિરાગકુમાર રમણસિંહ ખાંટને ગંભીર ઇજા થતાં તેમનું મોત નિપજયુ હતું. તેમજ સંજયસિંહને ઇજા થતાં તેમને સારવાર માટે ખસેડાયા હતા. અકસ્માતની ઘટના અંગે તલોદ તાલુકાના લાલપુર ગામના ભુરાજી હેમતાજી ખાંટે અજાણ્યા ટ્રેકટર ચાલક વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.ઉલ્લેખનીય છે કે, દિવાળીના માહોલમાં જ અકસ્માતમાં મોતને ભેટેલા યુવકના પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.