પ્રવાસીઓથી પોળો-વણજ ઉભરાયું ઠેર-ઠેર ટ્રાફીકજામના દ્રશ્યો સર્જા‍યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-પ્રવાસીઓથી પોળો-વણજ ઉભરાયું ઠેર-ઠેર ટ્રાફીકજામના દ્રશ્યો સર્જા‍યા
-અમદાવાદ-મહેસાણાના પ્રવાસીઓની પ્રથમ પસંદગી
વિજયનગર તાલુકાના અભાપુર, પોળો, વણજના જંગલ, જૈનમંદિરો અને હરણાવ જળાશય પ્રવાસીઓથી ઉભરાઇ રહ્યા છે. વેકેશન માણવા નીકળતા અમદાવાદ, મહેસાણા ઉત્તર ગુજરાતના પ્રવાસીઓ માટે નજીકનું આ પર્યટન સ્થળ એક દિવસીય પ્રવાસ માટે મજાનું સ્થળ હોવાનું પ્રવાસીઓ જણાવે છે. ઘરના ભોજનમાં ઓછા ખર્ચામાં પ્રવાસીઓની પોળો પ્રથમ પસંદગી બની રહ્યુ છે. જેના કારણે પ્રવાસીઓના વાહનોની ભીડના કારણે હરણાવ ડેમ, સતીમાતા કેમ્પ સાઇટ, પોળો નગરીરોડ અને શારણેશ્વર ખાતે ટ્રાફીકજામના દ્રશ્યો સર્જા‍યા છે.
આ વર્ષે દીવાળી બાદ લાભપાંચમનો ક્ષય હોવાથી વેપારીઓને બે દિવસની વધારાની રજા મળી છે. આ વર્ષે પ્રવાસીઓ સાતમે દુકાનનું શુભ મુહૂર્‍ત કરવાના હોઇ નવા વર્ષના દિવસથી જ વેપારીવર્ગ દીવાળી વેકેશન માણવા નીકળી ગયા છે. જેમાં અમદાવાદ, મહેસાણા ઉત્તર ગુજરાતના પ્રવાસીઓ માટે પોળો જંગલ, શારણેશ્વર, વિરેશ્વર તથા હરણાવ ડેમ અને પોળો જૈન નગરી પ્રવાસ માટેનું હરવા ફરવા માટે પસંદગી સ્થળ બન્યુ છે. જે અંગે અમદાવાદના વિકાસ જૈન જણાવે છે કે એક દિવસીય પ્રવાસ માટે પોળો સુંદર મજાનું સ્થળ છે.
જેમાં પ્રવાસીઓ વહેલી પરોઢે પોળો આવી ઘરનું જ જમવાનું જમી કુદરતી સૌદર્યને માણે છે. પોળો સતીમાતા કેમ્પ સાઇટ સ્થિત વન વિભાગના ગેસ્ટહાઉસ તથા નજીકના બે ખાનગી અને વિજયનગરની ખાનગી રીર્સોટ પ્રવાસીઓથી ઉભરાઇ રહ્યા છે. જેમાં હરણાવ ડેમ, પોળો જૈન નગરી અને શારણેશ્વર, વિરેશ્વર ખાતે વાહનોની લાંબી કતારો લાગતા ટ્રાફીકજામના દ્રશ્યો સર્જા‍ઇ રહ્યા છે.