આજે ચકલી દિવસ : માળાનું વિતરણ કરાશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પહેલાના જમાનામાં ઘરમાં ચીચી કરતી ચકલી આવે તો વાતાવરણ જીવંત બની જતુ હતું. પરંતુ કાળક્રમે શહેરી વિસ્તારોનો વ્યાપ વધતા તથા રેડીએશનવાળા તોતિંગ મોબાઇલ ટાવર અનેક ઠેકાણે ઊભા થતા દેખાવે નાની અને મધુર અવાજ વાળી ચકલી પર જોખમ તોળાઇ રહ્યુ છે. જેના કારણે ચકલીની પ્રજોપ્તી નષ્ટ થવાના આરે આવીને ઊભી છે ત્યારે બુધવારે સાબરકાંઠા જિલ્લા વન વિભાગ દ્વારા ચકલી દિનની ઉજવણી કરવાનુ નક્કી કરાયુ છે. આ પ્રસંગે એક ટ્રસ્ટ દ્વારા પણ ચકલીના માળાનું વિતરણ કરવામાં આવશે.

આ અંગે માહિ‌તી આપતા વન વિભાગ (દક્ષિણ) ના આર.એફ.ઓ. જે.એમ.પટેલ, ડી.એફ.ઓ. પ્રકાશભાઇ રાવલ તથા કર્મયોગી ટ્રસ્ટના નિલેશભાઇ સોનીના જણાવ્યા અનુસાર ચકલીને બચાવવા માટે પ્રયાસના ભાગરૂપે બુધવારે ચકલી બચાવો દિનની ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે હિંમતનગરના મોટાભાઇ માર્કેટ ખાતે કર્મયોગી ટ્રસ્ટ દ્વારા ચકલીના માળાનું વિતરણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આજની યુવા પેઢીમાં કેટલાક તો ચકલીને ઓળખતા પણ નહિ‌ હોય તેમજ મૃદુ શરીર ધરાવતી ચકલીને મોબાઇલના ટાવરમાંથી નીકળતા ઘાતક કિરણો તેના મોતનો સંદેશો લઇને આવતા હોવાનું અનુભવને આધારે જણાય છે. અભ્યાસ પરથી જાણવા મળ્યુ છે કે મોબાઇલ ટાવરની નજીક જો ચકલી ઇંડા મૂકે તો તેમાંથી મોટાભાગના ઇંડા ફૂટી જાય છે. જેથી ચકલીને બચાવવી એ સમયની માંગ છે.

શહેરી વિસ્તારોનો વ્યાપ વધતા તથા રેડીએશનવાળા તોતિંગ મોબાઇલ ટાવરના લીધે ચકલીની પ્રજાતિ નામશેષ થવાના આરે છે..તસ્વીર : અશોક રાવલ