• Gujarati News
  • The Sale Of Books To Dealers In Modasa Her Boycotted

મોડાસામાં પુસ્તકોના વેચાણનો વેપારીઓએ બહિ‌ષ્કાર કર્યો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરકાર અને પાઠયપુસ્તક મંડળની અન્યાઈ નિતિનો જોરદાર વિરોધ કરાશે : પ્રમુખ બુક સેલર્સ એસો.

સામાન્ય રીતે એક વર્ષે અભ્યાસક્રમના પાઠયપુસ્તકો બદલાય તેના બીજા જ વર્ષે પાઠયપુસ્તકો બદલાતા નથી પરંતુ રાજ્યના શિક્ષણ વિભાગ અને રાજ્ય પાઠયપુસ્તક મંડળે ગત વર્ષે ધો- ૩ થી ૮ના અભ્યાસક્રમના પુસ્તકો બદલ્યા હોવા છતાં ચાલુ વર્ષે અભ્યાસક્રમ બદલી નાખતાં સમગ્ર રાજ્ય બુક સેલર્સ એસોશીયેશને કરેલ જાહેરાત મુજબ મોડાસાના પુસ્તક વિક્રેતાઓએ ધોરણ ૧ થી ૧૨ના પુસ્તકોની ખરીદીનો બહિ‌ષ્કાર કર્યો હતો.

સાબરકાંઠા જિલ્લા બુકસેલર્સ એસોશીયેશનના સેક્રેટરી અને મોડાસા બુક સેલર્સ એન્ડ સ્ટેશનર્સ એસોશીયેશનના પ્રમુખ તારકભાઈ પટેલના જણાવ્યા મુજબ, રાજ્ય સરકારે ધો- ૬ થી ૮નો અભ્યાસક્રમ ગત વર્ષે બદલાતાં નવા પુસ્તકો બહાર પાડયા હતા. જ્યારે ચાલુ વર્ષે આજ ધોરણોનો અભ્યાસક્રમ સતત બીજા વર્ષે બદલી નખાતાં વિક્રેતાઓને મોટા પ્રમાણમાં નુકશાની વહોરવી પડી છે. વેપારીઓને કોઈપણ જાતની જાણ કર્યા વગર બદલી નખાયેલા પુસ્તકો ફરી ખરીદવા પડતા અને ગત વર્ષના પડી રહેલા પુસ્તકોથી વેપારીઓ દેવાના બોજ તળે દબાઈ જવાની દહેશત સર્જા‍તાં આ અન્યાયથી નિતિનો વિરોધ કરવાની ફરજ થઈ પડી છે.

ન્યાય નહીં મળે ત્યાં સુધી આ બહિ‌ષ્કાર
તારકભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, સરકારે પાઠયપુસ્તક મંડળે પુસ્તકો પરત લેવાની કોઈ માહિ‌તી નહીં આવતાં મોડાસાના ૧૪ વિક્રેતાઓ સહિ‌ત જિલ્લાના વેપારીઓએ ધોરણ ૧ થી ૧૨ના તમામ પુસ્તકો ખરીદવાનો કે વેચવાની કામગીરીનો બહિ‌ષ્કાર કર્યો છે. આ મુદ્દે વેપારી, વિક્રેતાઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ બહિ‌ષ્કાર ચાલુ રખાશે અને જરૂર પડે ઉગ્ર લડત શરૂ કરાશે. સૂત્રોના જણાવ્યા મુજબ બદલાયેલા અભ્યાસક્રમના પુસ્તકોનો કોઈ ઓર્ડર મોડાસાના વેપારીએ આજદિન સુધી આપ્યો નથી. અને જિલ્લાના કેટલાક વેપારીઓએ ઓર્ડર નોંધાવ્યા છે. પરંતુ ખરીદી કરી નથી.