• Gujarati News
  • The Question Of Traffic In Himmatnagar In Nagarajano Resentment

હિંમતનગરમાં ટ્રાફીકના પ્રશ્ને નગરજનોમાં રોષ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એસ.ટી. સ્ટેન્ડ તથા જૂના બજાર વિસ્તારમાં વારંવાર ટ્રાફીકજામ: ટ્રાફીકની સમસ્યા હલ કરવામાં તંત્ર નિષ્ફળ : નો પાકીર્ગ ઝોનમાં ખાનગી જીપો અને રીક્ષા ચાલકોનો અડીંગો

હિંમતનગર શહેરમાં ટ્રાફીક નિયંત્રણની કોઇ વ્યવસ્થા ન હોય તેમ એસ.ટી. સ્ટેન્ડ તથા જૂના બજાર વિસ્તારમાં વારંવાર ટ્રાફીકજામના દ્રશ્યો સર્જા‍ય છે. નોપાકીર્ગ ઝોનમાં ખાનગી જીપો અને રિક્ષા ચાલકો અડીંગો જમાવીને બેસી ગયા હોવા છતાં ટ્રાફીક સમસ્યાના નિવારણમાં તંત્ર નિષ્ફળ નીવડયુ છે.

આ અંગેની વિગત એવી છે કે હિંમતનગર શહેરમાં એસ.ટી. સ્ટેન્ડ, જૂના બજાર તેમજ અન્ય જાહેર માર્ગો પર ખાનગી જીપો, રિક્ષા, લારી-ગલ્લા તથા પાથરણા પાથરી રોડ પર વેપલો કરતા લોકોના કારણે દિવસે દિવસે હિંમતનગરમાં ટ્રાફીકની સમસ્યા માથાના દુ:ખાવા સમાન સાબિત થઇ છે. શહેરના મુખ્ય માર્ગો પર લારી-ગલ્લા, રિક્ષાવાળા અડચણરૂપ હોવા છતાં પોલીસ દ્વારા કે તંત્રના અધિકારીઓ તરફથી કોઇ કડક પગલા ભરવામાં આવતા નથી. શહેરમાં લાખો રૂપિયાના ખર્ચે બનાવેલી ફૂટપાથ પર માલ-સામાનના ખડકલો કરી દુકાનદારો પાટીયા, પડદા ઉપરાંત ટેબલ-ખુરશી, સાઇનર્બોડ અને પોતાના વાહનોનું પાકીર્ગ કરતા હોય છે. જેથી લાખ્ખો રૂપિયાના ખર્ચે બનાવેલ ફૂટપાથ નકામા બની ગયા છે.

એસ.ટી. સ્ટેન્ડ વિસ્તારની નજીક આરોગ્યનગરમાં અનેક હોસ્પિટલો આવેલી છે. જેમાં રાજસ્થાન સહિ‌ત દુરના ગામડાઓમાંથી સારવાર માટે આવતા દર્દીઓના વાહન પાર્ક કરવાની જગ્યામાં ખાનગી વાહનોના ચાલકો અડીંગો જમાવીને બેસી જાય છે. ટ્રાફીકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા રીક્ષા ચાલકો તથા જીપ ચાલકો વિરુદ્ધ ટ્રાફીક પોલીસ કાર્યવાહી કરવાના બદલે આંખ આડા કાન કરે છે,

તો બીજી તરફ ટુવ્હીલરના માલિકો પર દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. સ્થાનિક પોલીસ તથા ટ્રાફીક પોલીસની રહેમ નજર હેઠળ ખુલ્લેઆમ જીપોમાં મુસાફરોને ઘેટા-બકરાની જેમ બેસાડીને લઇ જવામાં આવતા હોવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. શહેરના મુખ્ય માર્ગ ગણાતા એસ.ટી. સ્ટેન્ડ વિસ્તારમાં નોપાકીર્ગ ઝોનનો સખ્તાઇ પૂર્વક અમલ કરવામાં આવે તેવી માગણી ઉઠી છે.

હિંમતનગરના ટાવર ચોક સહિ‌ત અનેક વિસ્તારોમાં ટ્રાફીકના ભારણને કારણે નગરજનો તોબા પોકારી ગયા છે. તસ્વીર : ભાસ્કર