જિલ્લાની ૩૧પ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૬૦૦ શિક્ષકોની ઘટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
- જિલ્લાની ૩૧પ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૬૦૦ શિક્ષકોની ઘટ
- છેલ્લા બે વર્ષથી ગ્રાન્ટેબલ શાળાઓમાં વિષય શિક્ષકોની ભરતી કરાતી નથી
- શૈક્ષણિક સંસ્થાઓમાં કાયમી શિક્ષકોની ઘટથી વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય

હિંમતનગર : રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સળંગ એકમના નવા નિયમો અમલી બનાવવામાં આવ્યા હોવા છતા પણ શિક્ષકોની ભરતી ન કરાતા જિલ્લાની ૩૧પ થી વધુ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૬૦૦ થી વધુ વિષય શિક્ષકોની ઘટ પડતા વિદ્યાર્થી‍ઓનું ભાવિ અંધકારમય બની ગયુ છે. સરકાર દ્વારા છેલ્લા બે વર્ષથી શાળાઓમાં વિષય શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી. જેના પરિણામે અંશકાલીન શિક્ષકોની મદદ લેવી પડે છે.

આ અંગેની વિગત એવી છે કે રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સળંગ એકમ અમલી બનાવીને ધોરણ-૧૦ સુધીની ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ-૧૧ ના નવા વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. જિલ્લામાં ૩૧પ થી વધુ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૧.પ૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જૂન-૨૦૧૩ થી શરૂ થયેલ સળંગ એકમના નવા નિયમોથી ક્રમશ: ધોરણ-૧૧ અને ૧૨ના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. પરંતુ વિષય શિક્ષકોની ભરતી કરવામાં ન આવતા શૈક્ષણિક સંસ્થાઓમાં કાયમી વિષય શિક્ષકોની જગ્યાએ અંશકાલીન શિક્ષકો પાસે શૈક્ષણિક કામગીરી કરે છે.
આ અંગે રજુઆત કરતા આચાર્ય સંઘના પ્રમુખ મહેન્દ્રભાઇ પટેલે જણાવ્યુ હતું કે સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સળંગ એકમની જાહેરાત બાદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ટાટ પરીક્ષા પાસ કરેલી હોય તેવા શિક્ષકોની ભરતી કરવાના આદેશો કરવામાં આવ્યા હતા. પરંતુ ધોરણ-૧૧ અને ૧૨ની ગ્રાન્ટેબલ શાળાઓમાં શિક્ષકોની ઘટ હોવા છતાં વિષય શિક્ષકોની ભરતી કરવા માટેની મંજુરી આપવામાં આવતી નથી. સળંગ એકમના કારણે ધોરણ-૧૦ ની ગ્રાન્ટેબલ શાળાઓમાં ધોરણ-૧૧ શરૂ થયુ.
વાંચો આગળ, જિલ્લા શિક્ષણાધિકારીનો સરકારી જવાબ ભરતીનાં આદેશો નથી ...