• Gujarati News
  • Tax On Income Below The Poverty Line, Including All The Bharanara

આવક વેરો નહીં ભરનારા તમામને ગરીબી રેખા નીચે સમાવેશ કરો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિજયનગર તાલુકા સરપંચ અસોસિયેશન દ્વારા આવક વેરો નહીં ભરનારા તમામ લોકો, પરિવારોને ગરીબી રેખા નીચેની યાદીમાં સમાવેશ કરી સરકારી લાભ આપવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. તેમજ વિજયનગર તાલુકામાં મૂળ ગરીબોને ગરીબીના લાભો નહીં મળ્યા હોવાનો પણ આક્ષેપ કરાયો છે.

અંતરિયાળ અને પછાત વિસ્તારમાં વસતા અને આવક વેરો નહીં ભરતા તમામ પરિવારોની પુન મોજણી કરી સરકાર આ પરિવારોને ગરીબી રેખા નીચેની યોજનામાં સામેલ કરે અને લાભો આપે તેવી માગણી મંગળવારે સરપંચ એસોસિયેશન વિજયનગર દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે પાલ સરપંચ નલીનભાઇ કલાસવા, ચિતરીયા સરપંચ લક્ષ્મણભાઇ ખરાડીએ જણાવ્યુ હતું કે બીપીએલ લાભાર્થીઓની યાદીઓમાં મૂળ ગરીબોના નામ જ નથી.
જયારે પાકા આવાસો ધરાવતા આજે ગરીબોના લાભ લઇ રહ્યા છે. વધુમાં એજન્સીઓ દ્વારા કરાતી ગરીબોની મોજણી અંગે પણ પુન: વિચાર કરીને આવક વેરો નહીં ભરનારા કુંટુંબોને ગરીબી રેખા નીચેની યાદીમાં સામેલ કરી તેમને મળવા પાત્ર હક્કો આપવા જોઇએ. જેનાથી સાચા ગરીબોને તેમને નહીં મળેલા લાભો મળી શકશે. આ અંગે વિજયનગર સરપંચ એસો.એ મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને રજૂઆત કરાઈ છે.