તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બસમાં ચડવા જતાં પટકાયેલા વિદ્યાર્થીના બંને પગ ચગદાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(બાયડ ડેપોમાં ઉભી રહેલ બસ તથા નીચે ઉતરેલા મુસાફરો દ્રષ્ટીગોચર થાય છે)
બાયડ એસટી ડેપોમાં બનેલી અરેરાટીભરી ઘટના
ઇજાગ્રસ્ત છાત્રને બાયડ દવાખાને સારવાર માટે ખસેડાયો : ઘટનાને લઇ ડેપોમાં દોડધામ મચી ગઈ હતી.
બાયડ: મંગળવારે સવારે બાયડ એસટી ડેપોમાં ઊભેલી બસમાં ચડવા માટે થયેલી ધક્કામુક્કીમાં નીચે પડી ગયેલા એક વિદ્યાર્થીના બંને પગ ઉપર ટાયર ફરી વળતાં ચગદાઇ ગયા હતા. આ ઘટનાને પગલે ડેપોમાં દોડધામ મચી હતી. બીજીબાજુ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને દવાખાને સારવાર માટે ખસેડાયો હતો. મોડાસા આઇટીઆઇમાં અભ્યાસ કરતો નારૂમીયાની મુવાડી ગામનો જીગર વિજયભાઇ પરમાર મંગળવારે સવારે 8 વાગ્યે બાયડ એસટી ડેપોમાં મોડાસા તરફ જતી બસ (જીજે 18વાય 4930)ની રાહ જોઇને ઊભો હતો. બસ આવ્યા બાદ ઉપર ચડતી વેળાએ ધક્કામુક્કી થતાં જીગર અચાનક નીચે પટકાયો હતો. આ વાતતી અજાણ ડ્રાયવરે બસ હંકારતા જીગરના બંને પગ ટાયર નીચે આવી જતાં બુમરાણ મચી ગઇ હતી. જેને લઇ બસને તુરંત રોકી દેવાઇ હતી. આ બનાવમાં ગંભીર ઇજાગ્રસ્ત જીગરને 108 વાન મારફતે બાયડ સરકારી દવાખાનામાં સારવાર માટે ખસેડાયો હતો. બીજીબાજુ આ બનાવને લઇ બસચાલક સામે રોષ જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા બસમાં લાઇનબદ્ધ રીતે મુસાફરોને બેસાડવાની વ્યવસ્થા કરાવવામાં આવે તેવી માગણી ઉઠી છે.