રોઝડમાં મહાકાળી માતાની મૂર્તિની તોડફોડ કરાતા રોષ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(મહાકાળી માતાજીના મંદિરમાંથી મૂર્તિને ઉખાડી ફેકી દેવાતા લોકોમાં રોષ ફેલાયો હતો. )

-કૃત્ય કરનાર વિરૂધ્ધ તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ

તલોદ:તલોદ તાલુકાના રોઝડ ગામે આવેલ મહાકાળી માતાજીના મંદિરમાં બિરાજમાન મૂર્તિને તોળી મંગળવારે રાત્રે અજાણ્યા શખ્સોએ તોડી ફેકી દીધી હતી. મંદિરમાં દર્શન કરવા ગયેલા ધર્મપ્રેમીઓને ખબર પડતા તેઓ દુ:ખ વ્યકત કરીને આવુ કૃત્ય કરનાર શખ્સો સામે નારાજગી વ્યકત કરી હતી. જે અંગે આ અજાણ્યા શખ્સની શોધખોળ કરી હોવા છતાં કોઇ પત્તો મળ્યો ન હતો.
જેથી રોઝડના ગ્રામજનો દ્વારા બુધવારે તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ હતી. બીજી તરફ ધાર્મિક લાગણી દુભાતા પોલીસે ગામમાં બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ગ્રામજનોના માનવા મુજબ આવુ કૃત્ય કરનાર વ્યકિત અસ્થિર મગજનો હોય તેવી શકયતા નકારી શકાતી નથી.ગુરૂવારે જિલ્લા પોલીસ વડા પ્રવિણ માલે રોઝડ ગામની મુલાકાત લીધી હતી.