બોલો, પરીક્ષા આપી ઈડરની છાત્રા જવાબ વહી લઇ!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાબરકાંઠામાં બોર્ડની પરીક્ષામાં જિલ્લા શિક્ષણ વિભાગનું ભોપાળુ બહાર આવ્યું : ધો-૧૨ વિ.પ્ર.ની છાત્રા જવાબવહી ઘરે લઈ જતાં નિરીક્ષકની બેદરકારી બહાર આવી ઇડર સેન્ટરની સરપ્રતાપ હાઇસ્કૂલમાં બુધવારે બનેલી ઘટના ગુરૂવારે પ્રકાશમાં આવી : પરીક્ષા દરમિયાન કોપી કેસ ન નોંધાતા શિક્ષણ વિભાગના અધિકારીઓ રોફ મારતા હતા : શિક્ષણ વિભાગે ખંડ નિરીક્ષકને પરીક્ષાની કામગીરીમાંથી દૂર કરી નોટિસ આપતાં ખળભળાટ

એક જવાબવાહી ઓછી હોવાનું ફરજ પરના કર્મચારીઓના ધ્યાન પર આવ્યું ન હતું

સાબરકાંઠા જિલ્લામાં ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના મુખ્ય વિષયોની પરીક્ષા પૂર્ણ થઇ ચૂકી છે ત્યારે બુધવારે ઇડર સેન્ટરની સરપ્રતાપ હાઇસ્કૂલમાં પરીક્ષા આપવા આવેલી એક વિદ્યાર્થિ‌નીએ ફિઝીકસનું પેપર લખ્યા બાદ આખી જવાબવહી ખંડ નિરીક્ષકને આપવાને બદલે ઘરે લઇ ગઇ હતી. ત્યારબાદ ગુરૂવારે કેન્દ્ર સંવાહકને જવાબવહી રજુ કરતા શિક્ષણ વિભાગની બેદરકારીનો ભાંડો ફુટી ગયો હતો. ત્યારબાદ આ ખંડ નિરીક્ષકને ગુરૂવારે પરીક્ષાની કામગીરીથી દૂર રાખી શોકોઝ નોટિસ આપી છે.

બુધવારે ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનું ફિઝીકસનું પેપર હતું. જેમાં ઇડર સેન્ટરની સરપ્રતાપ હાઇસ્કૂલમાં સુરપુરની ઇલ્વદુર્ગ વિદ્યાસંકુલની વિદ્યાર્થિ‌ની પરમાર રિધ્ધિબેન અમૃતભાઇ પરીક્ષા આપવા આવી હતી. આ વિદ્યાર્થિ‌નીએ પેપરનો સમય પૂર્ણ થયા બાદ જવાબવહી ખંડ નિરીક્ષક તરીકે ફરજ બજાવતા અને લાલપુરની નોન ગ્રાન્ટેબલ માધ્યમિક શાળામાં ફરજ બજાવતા રાજેશકુમાર બળદેવભાઇ પટેલને આપવાને બદલે પોતાના ઘરે લઇ ગઇ હતી.
દરમિયાન ખંડ નિરીક્ષકે જવાબવહી ભેગી કરીને કેન્દ્ર સંવાહકને આપી દીધી હતી. અને ત્યાંથી હિંમતનગર ઝોનલ કચેરીમાં મોકલી દેવાઇ હતી. ત્યારબાદ જિલ્લાની તમામ જવાબવહી પાલા સેન્ટરમાં પણ ધકેલી દેવાઇ હતી. છતાં એક જવાબવાહી ઓછી હોવાનું ફરજ પરના કર્મચારીઓના ધ્યાન પર આવ્યુ ન હતું.

આ ઘટના કંઈ રીતે આગળ વધી તે જાણવા વધુ અહેવાલ આગળ વાંચો....