• Gujarati News
  • Son In Law Killed By Father In Law And Daughter Are Runawy

જમાઇના હત્યારા સસરાની ધરપકડ : પત્ની હજુ પણફરાર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખેડબ્રહ્મા તાલુકાના મતરવાડા ગામનો યુવાન રીસાઇને ગયેલી પત્નીને મનાવવા સેબલીયા ગામે ૧૭ દિવસ અગાઉ ગયો હતો. જયાં યુવાનની હત્યા કરી નખાઇ હતી. ત્યારબાદ તેની લાશ ગુણભાંખરી સીમમાંથી મળી આવી હતી. દરમિયાન મૃતકના પિતાએ પુત્રની હત્યા કરવા બદલ પુત્રવધુ અને વેવાઇ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અને લાશને સાસરીમાં મૂકી આવ્યા હતા. જેથી પોશીના પોલીસે તપાસને અંતે જમાઇની હત્યા કરનાર સસરાની ધરપકડ કરી ગુરુવારે ખેડબ્રહ્મા ર્કોટમાં રજુ કરી રિમાન્ડ મેળવવા સહિ‌તની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, મતરવાડાના સંજયભાઇ પરમારના લગ્ન બે વર્ષ અગાઉ સેબલીયા (પો)ના લાડુભાઇ ભૂતાભાઇ ગમારની પુત્રી લીલાબેન સાથે થયા હતા. લગ્ન બાદ બંને વચ્ચે બોલાચાલી થતી હતી. જેથી પત્ની રીસાઇને જતી હતી. ત્યારબાદ સંજયભાઇ તેને તેડવા જતો હતો ત્યારે સસરા લાડુભાઇએ જમાઇને કહ્યુ હતું કે મારી પુત્રીને હેરાન કરીશ તો જોઇ લઇશ. દરમિયાન ગત તા.૨૩ એપ્રિલના રોજ સંજયભાઇ રીસાઇને ગયેલી પત્નીને તેડવા સેબલીયા ગયા હતા. ત્યારબાદ તેની લાશ તા.૨પ એપ્રિલે ગુણભાંખરીની સીમમાંથી ઇજા કરેલી હાલતમાં મળી આવી હતી.
જેથી મૃતકના પિતાએ પોશીના પોલીસ સ્ટેશને જાણ કરી હતી. પોલીસે લાશને દેલવાડા પીએચસીના ર્ડા.યાદવની પેનલ દ્વારા પી.એમ. કરતા સંજયભાઇનું મોત મુઢમાર અને શરીરના આંતરિક ભાગોમાં ઇજા થઇ હોવાનું જણાઇ આવતા પી.એસ.આઇ. એસ.એન.રોહિ‌તે મણાભાઇ પરમારની ફરિયાદના આધારે મૃતકના સસરા લાડુભાઇ ભૂતાભાઇ ગમાર અને પત્ની લીલાબેન સામે હત્યાનો ગુનો તપાસ હાથ ધરી હતી.

કેસની તપાસ કરી રહેલા પી.એસ.આઇ. એસ.એન.રોહિ‌તે હત્યારાઓને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારબાદ બાતમીના આધારે હત્યારા સસરા લાડુભાઇ ગમારને સેબલીયાના જુના ઘર પર બુધવારે પોલીસ ટીમે ઝડપી પાડયા હતા. જોકે મૃતકની પત્ની લીલાબેન ફરાર થઇ જતા તેણીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે ઝડપાયેલા આ શખ્સને ગુરુવારના રોજ ખેડબ્રહ્મા ર્કોટમાં રજુ કરી વધુ તપાસ અર્થે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.