ઓડ ગામની સીમમાંથી ૧૦ પેટી દારૂ સાથે જીપ ઝબ્બે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- જીપ ફસાઇ જતાં ચાલક જીપ મૂકી નાસી છુટયો : પોલીસે રૂ.૩.૩૬ લાખનો મુદ્દામાલ કબજે લીધો
શામળાજી નજીક આવેલા ઓડ ગામની સીમમાંથી મંગળવારે પરોઢે એલસીબી પોલીસે બાતમીને આધારે રાજસ્થાનમાંથી ગુજરાતમાં અંતરિયાળ ગામડાના રસ્તે થઇ લઇ જવાતા વિદેશી દારૂનો જથ્થો ભરેલી જીપ પકડી રૂ.૩.૩૬ લાખનો મુદ્દામાલ કબજે લઇ શામળાજી એલસીબી પોલીસે કરેલી ફરિયાદને આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિ‌તી મુજબ, હિંમતનગર એલસીબી પી.એસ.આઇ. આર.એસ.રાઠોડને બાતમી મળી હતી કે શામળાજી નજીક આવેલા ઓડ ગામની સીમમાં રાણી ફળીયામાં ધંધાસણ બોરનાળા જતા કાચા રસ્તામાં દારૂ ભરેલી જીપ ફસાઇ ગઇ છે અને ચાલક જીપ મૂકી ભાગી છુટયો છે. જે આધારે તેઓએ તેમના સ્ટાફના કૌશિકભાઇ, રણછોડભાઇ, વિરભદ્રસિંહ તેમજ શંકરભાઇ અને મહેશભાઇ સાથે સરકારી વાહન લઇ આ સ્થળે પહોંચ્યા હતા અને ઓડ ગામની સીમમાંથી જીપ નંબર જીજે.૧૬.એ.જે.૮૮૭૧ ફસાયેલીની તપાસ હાથ ધરતા તેમાંથી રૂ.૩૬ હજારનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે દારૂ તેમજ જીપ સહિ‌ત રૂા.૩.૩૬ લાખનો મુદ્ામાલ કબજે લઇ જીપના ચાલક સામે શામળાજી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.