આડા સંબંધ બાંધવા અધિરા બનેલા હવસખોર દિયરે ભાભીની કરી હત્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મેઘરજના પહાડિયા (પંચાલ) ગામે બનેલો બનાવ
- મોટાભાઈના અવસાન બાદ ભાભી સાથે સંબંધ બાંધવા અધિરા બનેલા દિયરનું કૃત્ય
- ગર્ભવતી ભાભીના માથામાં કુહાડી ફટકારી મારી નાખી


મેઘરજ તાલુકાના પહાડીયા (પંચાલ) ગામે મંગળવારની બપોરે વિધવા ભાભી સાથે આડા સંબંધ બાંધવા અધુરા બનેલા સગા દિયરે પોતાની અઘટીત માંગણીને તાબે નહીં થનાર ભાભીના માથામાં કુહાડી ફટકારી હત્યા કરી નાખી હત્યારો દિયર ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે ઈસરી પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

મેઘરજ તાલુકાના પહાડીયા (પંચાલ) ગામે મંગળવારની બપોરે કરૂણાબેન ખાતુભાઈ ખાંટ નામની મહિ‌લા પોતાના ઘરમાંના ચુલા પર શાક વઘારી રહી હતી, તે સમયે આ મહિ‌લાનો દિયર બચુભાઈ સુકાભાઈ ખાંટ અચાનક જ ઘરમાં આવી ગયો હતો. અને પોતાની સગી ભાભીની એકલતાનો લાભ લેવા અઘટિત માગણી કરવા લાગ્યો હતો. પરંતુ હવસમાં અંધ બનેલા પોતાના નાના દિયરની માગણીના તાબે આ મહિ‌લાએ ન થવાનું સ્પષ્ટ જણાવી તેને ઘરની બહાર નિકળી જવા જણાવ્યું હતું. પરંતુ વાસનામાં અંધ બનેલા બચુભાઈ ખાંટે ગુસ્સામાં આવી જઈ ઘરમાં રાખેલી કુહાડી કરૂણાબેનના માથામાં ઝીંકી દેતાં મરણતોલ ચીસ પાડી કરૂણાબેન ફસડાઈ પડ્યા હતા.

આ અહેવાલની વધુ વિગતો વાંચવા આગળ ક્લિક કરો...