બેફામ ટ્રકે આગળ જતી રિક્ષાને ટક્કર મારતાં 7 મુસાફરો ઘાયલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સારવાર પૂરી પડાઇ હતી.)

-મોડાસાની શામળાજી બાયપાસ ચોકડી ઉપર અકસ્માત

મોડાસા: મોડાસા-શામળાજી માર્ગ ઉપરની બાયપાસ ચોકડી નજીક બેફામ પણે હંકારાઇ રહેલા ટ્રકના ચાલકે આગળ જઇ રહેલ રીક્ષાને ટક્કર મારી અકસ્માત સર્જતા રીક્ષામાં સવાર 7 મુસાફરો ને વત્તા ઓછી ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે સાર્વજિનક હોસ્પીટલમાં ખસેડાયા હતા.

ગુરૂવારના રોજ રીક્ષા નં.જી.જે.7 ટી 3118નો ચાલક ટીંટોઇ તરફથી પોતાની રીક્ષામાં પેસેન્જર ભરી મોડાસા તરફ આવી રહયો હતો. ત્યારે બાયપાસ માર્ગની શામળાજી ચોકડી નજીક માર્ગ ઉપર પુરઝડપે પસાર થઇ રહેલા ટ્રક નં.એચ.આર.47 બી 3790ના ચાલકે બેફામ પણે પોતાના કબ્જાની ટ્રક હંકારી રીક્ષાના પાછલા ભાગે ટક્કર મારી અકસ્માત સજર્યો હતો.આ અકસ્માતમાં રીક્ષામાં મુસાફરી કરેલા 7 મુસાફરોને વત્તા-ઓછી ઇજાઓ પહોંચતાં ઇમરજન્સી વાન 108ના ઇએમટી પ્રમોદભાઇ અને પાયલોટે ઘવાયેલા મુસાફરોને સાર્વજનિક હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડયા હતા. અકસ્માત સર્જી ભાગી છૂટેલા ટ્રક ચાલકને સર્કલ ઉપર ફરજ બજાવતા પોલીસ કર્મીઓ એ પીછો કરી ઝડપી પાડયો હતો.

ટીંટોઇથી મોડાસા તરફ આવી રહેલ રીક્ષાને ટ્રકે પાછળના ભાગે ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો. આ મુસાફરો ભરેલ જીપમાં બે ગેસ સીલીન્ડર હતા જો અકસ્માત વધુ મોટો થયો હતો તો ગેસ સીલીન્ડરથી મોટી હોનારત સર્જાઇ હતો.સદનસીબે મોટી હોનારત ટળતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો.

અકસ્માતમાં ઘવાયેલા મુસાફરો
1. અજય હસમુખભાઇ બામણીયા(રહે.કુડોલ,ઉ.વ.16)
2.રોશન શંકરભાઇ તીડઘર- રહે.ટીંટોઇ,ઉ.વ.-7
3.જયાબેન હિંમતસિંહ દૈયા-રહે.-કુડોલ,ઉ.વ.-23
4.કૌશિકાબેન ધીરાભાઇ આંબલીયા- રહે.જીતપુર,ઉ.વ.20
5.જશીબેન જેઠાભાઇ પરમાર-રહે.-કુડોલ,ઉ.વ.40
6.કુસુમબેન શંકરભાઇ તીડઘર-રહે.ટીંટોઇ,ઉ.વ.42.
7.પુષ્પાબેન ધીરૂભાઇ આંબલીયા-રહે.-બીડકંપા,ઉ..55