તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોડાસાના સરડોઇમાં દૂધ મંડળીના સેક્રેટરીએ રૂ.50 હજારની ઉચાપત કરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- મોડાસાના સરડોઇમાં દૂધ મંડળીના સેક્રેટરીએ રૂ.50 હજારની ઉચાપત કરી
- મંડળીમાં માલનું વેચાણ કરી રોજમેળે નહી લેતાં મંડળીના ચેરમેન દ્વારા પોલીસ ફરીયાદ
મોડાસા : સરડોઇ દૂધ મંડળીમાં ફરજ બજાવતા સેક્રેટરી દ્વારા જ રૂપિયા 52351 ની હંગામી ઉચાપત કરાતાં મંડળીના ચેરમેન દ્વારા દાખલ કરાયેલી ફરીયાદના આધારે મોડાસા રૂરલ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સરડોઇ ગામે સેવારત દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં છેલ્લા 20 વર્ષથી આજ ગામના અમૃતભાઇ કુબાભાઇ વણકર સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે.
મંડળીના સેક્રેટરી દ્વારા મંડળીમાં ખરીદવામાં આવેલ સાબરદાણ, બટરમીલ્ક, કરમીયાની ગોળીઓ અને મિનરલ મીક્ષ્ચરના કુલ જથ્થા પેટેની કીમત રૂપિયા 52351 જે તે સમયે રોજમેળમાં જમા નહી નાણાંકીય ગેરરીતીઓ આચરવામાં આવી હોવાનું મંડળીના વાર્ષિક ઓડીટમાં જણાઇ આવ્યું હતું.
મંડળીમાં વાર્ષિક ઓડીટ કરનાર ઓડીટરે મંડળીના સેક્રેટરી દ્વારા તા.1-4-2011 થી તા.31-3-2013 દરમ્યાન રૂપિયા 52351 ની હંગામી ઉચાપત કરી હોવાની નોંધ કરતાં જિલ્લા રજીસ્ટાર દ્વારા આ કર્મચારી વિરૂદ્વ કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા હતા. જિલ્લા રજીસ્ટારના આદેશ બાદ દૂધ મંડળીના ચેરમેન સાગરભાઇ ઇશ્વરભાઇ રબારી દ્વારા મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને ફરીયાદ કરાઇ હતી.
મોડાસા રૂરલ પોસઇ જે.આર.ઝાલાએ દૂધ મંડળીમાં નાણાંકીય ગેરરીતી આચરી ખરીદેલ માલ રોજમેળ કે સ્ટોકપત્રકમાં જમા નહી લેનાર અને રૂપિયા 52351 ની હંગામી ઉચાપત કરનાર સરડોઇ દૂધ મંડળીના સેક્રેટરી અમૃતભાઇ કુબાભાઇ વણકર રે.સરડોઇનાઓ વિરૂદ્વ ઇપીકો કલમ 406,408 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.