કન્ટેનરમાં કતલખાને લઇ જવાતાં પ૧ ગૌવંશ બચાવાયાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- શામળાજી આર.ટી.ઓ. પાસે જીવદયાપ્રેમીઓએ કન્ટેનર પકડયું
- ચાલક મુકી ભાગી છુટયો : પશુઓને ઇડર પાંજરાપોળમાં મોકલાયાં
- પોલીસે રૂ.૧૧. ૦૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
- જીવદયાપ્રેમીઓને માહિ‌તી મળતાં પોલીસને સાથે રાખી કન્ટેનરને પકડી લેવાયું
શામળાજી નજીક આવેલી આર.ટી.ઓ. ચેકપોસ્ટ પાસેથી રવિવારે વહેલી સવારે રાંભીયા ટ્રસ્ટના સભ્યો તેમજ શામળાજી પોલીસે સંયુકત રીતે રાજસ્થાન બાજુથી બિનકાયદેસર રીતે ગુજરાતમાં કતલખાને લઇ જવાતા પ૧ પશુઓ ભરેલી એક કન્ટેનરને પકડી પાડી છે. ત્યારબાદ પશુધનને ઇડર પાંજરાપોળમાં મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિ‌તી મુજબ ગીતાબેન રાંભીયા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ બચુભાઇ રાંભીયાને બાતમી મળી હતી કે રાજસ્થાન બાજુથી એક ટ્રકમાં પશુધન ભરી ગુજરાતમાં કતલખાને લઇ જવામાં આવનાર છે. જે આધારે તેમના સ્ટાફ તેમજ શામળાજી પી.એસ.આઇ. એમ.ડી.ચંદ્રાવાડીયાને સાથે રાખી શામળાજી આર.ટી.ઓ પાસે રાજસ્થાન બાજુથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથ ધર્યુ હતું. દરમિયાન રાજસ્થાન બાજુથી આવતા કન્ટેનર નંબર યુપી.૨૧.એ.એન.૩૭પ૯ શંકાસ્પદ જણાતા તપાસ અર્થે ઉભુ રખાવ્યુ હતું. ત્યારે કન્ટેનરનો ચાલક પોલીસ જોઇ ગાડી મુકી ભાગી છુટયો હતો.
વધુ અહેવાલ વાંચવા માટે ફોટો બદલતાં જાવ...