સરડોઈ વિસ્તારમાં અનોખો કાચંડો દેખાતાં કુતૂહલ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોડાસાના સરડોઈ ગામના ડુંગર તળેટી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી રંગ બદલતો લીલો કાચંડો દેખા દેતાં લોકોમાં કૂતૂહલ પેદા થયું છે.લીલા કાચંડાની લંબાઈ અને તેના રંગરૂપ જોતાં લોકોમાં તે ઝેરી હોવાની લોકવાયકા ફેલાઈ છે. ખાસ કરીને લીલા વૃક્ષ પર જ જોવા મળતો આ કાચંડો આ વિસ્તાર માટે જાણે કે એક નવાઈ હોય તેમ લોકો તેને જોવા માટે તલપાપડ થઈ રહ્યા છે.તસ્વીર : અજય નાયક