તાજપુરકૂઈમાં ૧૧ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એલસીબીએ અને એસઓજીએ દારૂ ભરેલી ટ્રકને પ્રાંતિજ લાવી ફરિયાદ નોંધાવી: ટ્રકનો ચાલક ફરાર
સોમવારે સાંજના સુમારે બાતમીને આધારે એલસીબીએ અને એસઓજીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી પ્રાંતિજ તાલુકાના તાજપરકૂઇ પાસેથી અંદાજે રૂ.૧૧ લાખની કિંમતની ૩૦૬ પેટી વિદેશી દારૂ અને બિયર પકડી પાડ્યો હતો.
જિલ્લા પોલીસવડા ચિરાગ કોરડીયાની સુચનાથી એલસીબી પીઆઇ બી.એલ.દેસાઇ અને સ્ટાફને મળેલ બાતમીને આધારે એલસીબી અને એસઓજીએ સોમવારે સાંજના સુમારે તાજપુરકૂઇ પાસેના વડવાસા પાટિયા નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન અહીં ટ્રક નંબર એચ.આર.પપ.ઇ.૧૨૪૧ જઇ રહી હતી. જેથી તેને તપાસ અર્થે ઊભી રખાવવામાં આવી હતી. જો કે પોલીસને જોઇને ટ્રકનો ચાલક ફરાર થઇ ગયો હતો.
ત્યારબાદ પોલીસે ટ્રકની ઝડતી લેતા તેમાં વિદેશી દારૂનો જથ્થો જણાયો હતો. જેથી પોલીસે દારૂ ભરેલી ટ્રકને પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં લવાઇ હતી. જયાં ગણતરી કરતા ટ્રકમાંથી અંદાજે રૂ.૧૧ લાખની કિંમતનો દારૂ તથા બિયરનો જથ્થો મળી આવ્યો હતો. જેથી એલસીબી અને એસઓજીએ રૂ.૭ લાખની કિંમતના ટ્રક મળી રૂ.૧૮ લાખનો મુદ્દામાલ કબજે લઇ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.