ફિલ્મી સ્ટાઈલમાં લૂંટઃ બંદુકની અણીએ આવી રીતે લૂટાંયુ વૃદ્ધ દંપતી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- દધાલીયામાં બંદૂકની અણીએ વૃદ્ધાને લૂંટી લીધા
- બુકાનીધારી લૂંટારાએ એકપણ શબ્દ ઉચ્ચાર્યા વગરવેપારીની પત્નીના હાથની ૪ બંગડીઓ લઈ જતાં ગામમાં ભયનું વાતાવરણ સર્જા‍યું
બંદૂક કે રિવોલ્વર તાકી બોલાતા હેન્ડઝઅપ કે ખબરદાર શબ્દો ઘણી વાર ફિલ્મોમાં ગુડાંઓ કે ડાકુઓ દ્વારા બોલાતા સાંભળ્યા છે, પરંતું દધાલીયા ગામે ભરી બંદૂકે આવી પહોંચેલા લૂટારાએ એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર ગામના એક વેપારીની પત્નીના હાથમાંથી પાંચ તોલા સોનાની બંગડીઓની લૂંટ ચલાવી પલાયન થઇ જતાં સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાયો હતો.
મોડાસા તાલુકાના દધાલીયા ગામે રહેતા અને મોટા પ્રમાણમાં અનાજની લે-વેચ કરતાં નવીનભાઇ વોરા સોમવારની સાંજે ૭-૦૦ વાગે સમાચાર જોઇ જમવા બેસવાની તૈયારી કરી રહ્યા હતા. તે સમયે ડેલી વાળા મકાનનો દરવાજો ખોલી કોઇ અજાણ્યો ઇસમ મોં ઉપર કપડું બાંધી માથે હેલ્મેટ લગાવી ઘૂસી આવ્યો. હાથમાં બંદૂક સાથે એકદમ ઘૂસી આવેલા આ શખ્સે અંદર પ્રવેશી કમાડને સાંકડ લગાવી બારાબોર બંદૂકમાં કાર્ટીસ લગાવી વૃધ્ધ વેપારી દંપતી ઉપર બંદૂક તાકી ખીસ્સામાંથી ચિઠ્ઠી બહાર કાઢી નવીનભાઇ વોરા ને ધરી દીધી. હિ‌ન્દી ભાષામાં લખાયેલ આ ચિઠ્ઠીમાં જણાવ્યા મુજબ વાસન ભરવાડના નામે રૂપિયા પ લાખનો ચેક લખો અને ઘરમાં જે કંઇ દાગીના હોયતે આપી દો ચિઠ્ઠી વાંચી વેપારી તો હેબતાઇ જ ગયા.
વધુ અહેવાલ વાંચવા માટે ફોટો બદલતાં જાવ...