• Gujarati News
  • Ramasa Village Of Bayad Taluka Of Crocodile Cub To A Fever

બાયડ તાલુકાના રમાસ ગામમાં મગરના બચ્ચાને લઈ દોડધામ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાત્રક નદી પાસેના વાંગામાંથી બચ્ચુ બહાર આવતાં ગ્રામજનોએ ભારે જહેમત બાદ પકડી વનવિભાગને સોંપ્યું

બાયડ તાલુકાના રમાસ ગામ નજીક પસાર થતી વાત્રક નદી પાસેના વાંગામાંથી મગરનુ બચ્ચુ મળી આવતાં લોકોમાં દોડધામ મચી ગઈ હતી.ભારે જહેમત બાદ લોકોએ પકડી વનવિભાગને સોપ્યુ હતુ.

રમાસ ગામની પાસેથી પસાર થતી વાત્રક નદીના બાજુમાં આવેલ વાંગામાંથી બુધવારે મગરનુ બચ્ચુ મળી આવ્યુ હતુ.ગામના ભીખાભાઇ પટેલ,જગદીશભાઇ પટેલ, વિનયભાઇ પટેલે જણાવ્યુ કે સવારે હનુમાન દાદાના મંદિર જવાના રસ્તાના વાંગામાં મગરનુ બચ્ચુ દેખાતા મહિ‌લાઓ તથા બાળકો ગભરાઇ મંદિરેથી ભાગી છુટયા હતા.ત્યારે માનવતાને લઇ ગ્રામજનોએ મહામહેનતે બચ્ચાને પકડી ગામમાં લાવ્યા હતા.

મગરનુ બચ્ચુ ગામમાં આવ્યુ હોવાની વાત ગામમાં આવતા જ લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.જોકે ગરમીથી બચ્ચાને બચાવવા માટે ગ્રામજનોએ પાણીનો છંટકાવ કર્યો હતો.ત્યાર બાદ બાયડ વનવિભાગને જાણ કરવમાં આવતા વનવિભાગના અશોકભાઇ પટેલની ટીમ ઘટના સ્થળે દોડી પહોચી હતી.મગરના બચ્ચાનો કબજો મેળવી તેને ગોડનાલ મંદિર નજીક પાણીમાં છોડી મુક્યુ હતુ.મગરનો વસવાટ હોવાની શકયતાને લઇ મંદિર તરફ જવાનો રસ્તો સુમસાન બની ગયો છે.

રમોસ નજીકથી મગરનુ બચ્ચુ મળી આવતા દોડધામ મચી હતી.વરૂણ પટેલ