ધનસુરામાં ૬ ઇંચ વરસાદ ખાબકતાં મકાનોમાં પાણી ઘુસ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર - ઘરમાંથી પાણી બહાર ઉલેચતી મહિલાઓ)

-મોડાસા-પ૮ મીમી, બાયડ-૮૬ મીમી વરસાદથી સર્વત્ર જળબંબાકાર:મોડાસામાં દોલપા,લીમડા અને બાડેસર તળાવ છલકાયાં
-
ધનસુરાના જનતા નગરમાંથી ૧૦૦ લોકોનું સ્થળાંતર કરાયું
ધનસુરાનું ૮૦ વિઘાનું તળાવ ભયજનક સપાટીએ

મોડાસા,ધનસુરા: ધનસુરા તાલુકામાં બુધવારે ૬ ઇંચ વરસાદ સાથે બાયડમાં ૮૬ મીમી અને મોડાસામાં પ૮ મીમી વરસાદથી ઠેરઠેર પાણી પાણીની સ્થિતિ સર્જા‍ઇ હતી.ધનસુરામાં જવાહર બજાર,નવ દુર્ગા સોસાયટી,કસ્બાવિસ્તાર,હરસીધ્ધી નગર,રાજ સિનેમા જવાના રસ્તા ઉપર વગેરે સ્થળો એ પાણી ઢીચાણ સમા ફરીવળ્યા હતા. જનતા નગરમાં રહીશોના ઘરોમાં પાણી ઘુસી જતા તંત્ર દોડી ગયું હતું અને ૧૦૦ વ્યક્તિથી ઉપરાંતનું સ્થળાંતર કરાવી રહેવા માટે કોમિનીટી હોલ,પી.એચ.સી સબ સેન્ટર,પ્રાથમીક શાળા નંબર ૧ માં લઇ જઇ જમવાની તથા રહેવાની સગવડ કરવામાં આવી હતી. ગામના સૌથી મોટા ૮૦ વિગા ધરાવતું તળાવ ભયજનક સપાટી એ પહોચતા ગામમાં ભયનો માહોલ ઉભો થયો છે.

મોડાસાના દોલપા તળાવ સહિ‌ત કોલેજ રોડ ઉપરના લીમ્ડા તળાવ અને મેઘરજ રોડ ઉપરના બાડેસર તળાવ ઓવરફલો થતાં નગરપાલીકા દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરી વધારાનું પાણી આઉટલેટ વિસ્તારોમાંથી સુરક્ષીત જગાએ નીકાલ કરાયું હતું.પાલીકાના ચીફ ઓફીસર એલ.બી.દેસાઇના જણાવ્યા મુજબ નગરના વિદ્યાકુંજ,રત્નમ,કોલેજ રોડ ઉપરની સોસાયટીઓ, નવજીવન ચોક,વાઘરીવાસ, પોસ્ટકોલોની વિસ્તારોમાં ભરાયેલા પાણીના નીકાલ અર્થે ૪ પમ્પીંગ મશીન અને ત્રણ જેસીબી મશીનો સાથે જુદીજુદી ટીમો કામે લગાવાઇ હતી.
બુધવારના રોજ મોડાસા નગરમાં વરસેલા સવા બે ઇંચ વરસાદથી નીચાણવાળા તમામ વિસ્તારો પાણી પાણી થયા હતા.જયારે બસ સ્ટેન્ડ સામેના લક્ષ્મી સેન્ટરના ભોંયતળીયામાં પાણી ભરાતા વધતા પાણી અન્ડર ગ્રાઉનના નીચેના માળેથી બીજા માળની દુકાનમાં ફૂટી નીકળતાં દુકાનોમાં ભરેલો માલ પાણીમાં ડૂબ્યો હતો.જયારે તંત્ર દ્વારા કોલેજ રોડ ઉપર એક મહીનાથી ખોદાયેલી ખુલ્લી ગટરોમાં એક કાર ચાલક ખાબકતાં સારવાર અર્થે ખસેડાયો હતો.

આગળ વાંચો વિજયનગરના ૧૦ અને તલોદ તાલુકાના ૬ ગામને સાવચેત કરાયા