તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાબરકાંઠા જિલ્લામાં મોડી રાત્રે વાવાઝોડા સાથે વરસાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- હિંમતનગર,મોડાસા,વડાલી અને ઈડરમાં મોડી રાત્રે મેઘરાજાની ધીમી ધારે પધરામણી
- પોશીનામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં મુશ્કેલી


જિલ્લામાં મોડી રાત્રે હિંમતનગર,મોડાસા, વડાલી ઈડર માં ધીમી ધારે વરસાદ શરી થયો હતો.તેમજ ખેડબ્રહ્મા તાલુકાના પોશીના અને આસપાસના વિસ્તારોમાં બુધવારે રાત્રે જોરદાર પવન સાથે વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવા પામ્યા હતા. અડધા કલાકથી વધુ સમય પડેલા વરસાદને કારણે એક ઇંચથી વધુ વરસાદ થયાનો પ્રાથમિક અંદાજ છે.

અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ બુધવારે રાત્રે ખેડબ્રહ્મા તાલુકાના પોશીના અને આસપાસના વિસ્તારોમાં રાત્રે સાડા સાત વાગ્યાના સુમારે અચાનક જોરદાર પવન સાથે વરસાદ શરૂ થઇ ગયો હતો. વરસાદ થતાંની સાથે જ સમગ્ર પોશીનામાં વીજ પુરવઠો બંધ થઇ ગયો હતો. વરસાદ પડવાને કારણે પોશીનાના ગ્રામ પંચાયતથી ગોયાનાકા સુધીના વિસ્તારમાં પાણી ભરાઇ જવા પામ્યા હતા જો કે, વરસાદ થતાં આ વિસ્તારમાં અગાઉ ખેડૂતોએ કરેલ મકાઇના પાકને ફાયદો થતાની સાથે જ જીવતદાન મળ્યું છે.

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવાના કારણે લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. મેઘરજાએ ચોમાસાની સિઝન શરૂ થયા પહેલા જ ધમાકેદાર એન્ટ્રી કરી હતી.બાદમાં વરસાદે લાંબો વિરામ લેતાં ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું.જો કે બુધવારે મોડી સાંજે વાતાવરણમાં પલટો આવ્યા બાદ મોડાસા,હિંમતનગર,વડાલી,અને ઈડર પંથકમાં વરસાદ વરસ્યો હતો.